AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુબઈથી દાહોદમાં આવેલા 3 લોકો કોરોના પોઝિટિવ, સેમ્પલ ઓમિક્રોનની તપાસ માટે મોકલવામાં આવ્યા

દુબઈથી દાહોદમાં આવેલા 3 લોકો કોરોના પોઝિટિવ, સેમ્પલ ઓમિક્રોનની તપાસ માટે મોકલવામાં આવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 9:52 AM
Share

Dahod: દાહોદમાં દુબઈ પરત આવેલા 3 લોકોનો કોવિડ-19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

Dahod: દુબઈથી દાહોદમાં (Dubai to dahod) આવેલ 3 ઇસમો કોરાના પોઝિટીવ (Corona Positive) નીકળ્યા હોવાની માહિતી સામે આવી છે. દુબઈથી દાહોદ આવેલ 3 ઈસમોનો કોરાના રિપોર્ટ પોઝિટીવ આવતા જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. ત્યારે આ ઇસમો અને સંપર્કમાં આવેલા 8 લોકોને ક્વોરન્ટાઇન કરાયા હોવાની માહિતી સામે આવી છે. તો આ તમામના રિપોર્ટ ઓમિક્રોન છે કે નહીં તે નક્કી કરવા માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે ભારત અને બાદમાં ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે વિદેશથી આવતા ઘણા લોકો કોરોનાની ઝપેટમાં આવેલા હોય એવું જોવા મળી રહ્યું છે. સરકારે આ માત્ર નિયત્રણ અને નિયમો લાગુ કર્યા છે. ત્યારે જામનગરમાં સાઉથ આફ્રિકાથી આવેલા વૃદ્ધ ઓમિક્રોન પોઝિટીવ આવતા તંત્ર દોડતું થયું છે.

જણાવી દઈએ કે ગુજરાતમાં ઓમિક્રૉનની એન્ટ્રી થતાં તંત્ર વધુ સતર્ક બની ગયું છે. જામનગરના મોરકંડાના આધેડ વ્યક્તિમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે. આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જી.જી.હોસ્પિટલમાં આઇસોલેશન કરાયા છે.

તો આધેડ દર્દીના સંપર્કમાં આવેલા 10 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. જ્યારે 87 લોકોને ટ્રેસ કરાયા છે. ગત 28 નવેમ્બરે આધેડ ઝિમ્બાબ્વેથી પરત ફર્યા છે. 29 નવેમ્બરે શરદી-ઉધરસના લક્ષણો હોવાથી ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવતા આધેડને હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારબાદ ઓમિક્રોનની શંકાના આધારે સેમ્પલ પુણે મોકલાયા હતા જેમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે.

 

આ પણ વાંચો: અમીરગઢ તાલુકા પંચાયતમાં લાખોનો ભ્રષ્ટાચાર! સરકારી અધિકારી દ્રારા સરકારના જ પૈસાની ઉચાપત, ફરીયાદ દાખલ

આ પણ વાંચો: Rajkot: ભ્રષ્ટાચાર મુદ્દે રાજેન્દ્ર ત્રિવેદીની લાલઆંખ, આડકતરી રીતે અધિકારીઓને આપી આ ચેતવણી

Published on: Dec 05, 2021 09:36 AM
g clip-path="url(#clip0_868_265)">