અમીરગઢ તાલુકા પંચાયતમાં લાખોનો ભ્રષ્ટાચાર! સરકારી અધિકારી દ્રારા સરકારના જ પૈસાની ઉચાપત, ફરીયાદ દાખલ

Banaskantha: ભ્રષ્ટ અધિકારીઓએ વર્ષ 2010-12 માં અમીરગઢ તાલુકા પંચાયત સાથે જોડાયેલા અન્ય તલાટીઓના પગાર પોતાના ખાતામાં જમા કરાવી નાણાંની ઉચાપત કરી હતી.

Banaskantha: અંતરિયાળ વિસ્તારની સરકારી કચેરીઓમાં મોટાપાયે ભ્રષ્ટાચારના (Corupption) આક્ષેપો વારંવાર થતા હોય છે. એવામાં બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં (Amirgadh taluka) ભ્રષ્ટ કર્મચારીએ સરકારના લાખો રૂપીયા ચાઉ કરી જવાની ફરીયાદ નોંધાઈ છે. અમીરગઢના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી આર.એમ. ત્રિવેદી તેમજ સિનિયર ક્લાર્ક ડી સી પારગીએ 13.89 લાખની ઉચાપત કર્યાની ફરીયાદ નોંધાઈ છે.

જિલ્લા પંચાયતની ઓડીટના સમયે ખુલ્યુ હતુ કે, આ ભ્રષ્ટ અધિકારીઓએ વર્ષ 2010-12 માં અમીરગઢ તાલુકા પંચાયત સાથે જોડાયેલા અન્ય તલાટીઓના પગાર પોતાના ખાતામાં જમા કરાવી નાણાંની ઉચાપત કરી હતી. જેને પગલે અમીરગઢના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ બંને સરકારી કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

એક તરફ ભ્રષ્ટાચારના કાંડ બહાર આવી રહ્યા છે ત્યારે મંત્રી કડક કાર્યવાહી કરવાનો દાવો કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર મુદ્દે ફરી એકવાર મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ અધિકારીઓને ચેતવણી આપી છે. તેમણે કડક વલણ અપનાવતા કહ્યું કે, જો ભ્રષ્ટાચારને લઈને અધિકારીઓ સામે કોઈ ફરિયાદ આવશે તો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેમણે નાગરિકોને અપીલ કરી છે કે, જો કોઈ અધિકારી લાંચની માગ કરે તો નિડર થઈને મને ફરિયાદ કરો.

 

આ પણ વાંચો: Rajkot: ભ્રષ્ટાચાર મુદ્દે રાજેન્દ્ર ત્રિવેદીની લાલઆંખ, આડકતરી રીતે અધિકારીઓને આપી આ ચેતવણી

આ પણ વાંચો: Vadodara: આયુર્વેદિક સિરપની આડમાં નકલી દારૂ બનાવવાના કેસમાં મોટા ખુલાસા, આરોપીએ આપી આ માહિતી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati