વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ, 4 અધિકારી સસ્પેન્ડ, જુઓ Video

વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ, 4 અધિકારી સસ્પેન્ડ, જુઓ Video

| Edited By: | Updated on: Nov 16, 2025 | 12:18 PM

ગુજરાતમાં દિવસે દિવસે વધુને વધુ કૌભાંડ સામે આવે છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં સીસોટી કૌભાંડ સામે આવ્યું હતું. જે અંગે તપાસનો ધમધમાટ શરુ છે. ફાયર વિભાગના સીસોટી કૌભાંડમાં 4 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી કમિશનર અને ખાતા અધિકારીએ તપાસ હાથ ધરી હતી. ફાયર સાધનોની ખરીદી માટે 5 અધિકારીઓની લીલીઝંડી હતી. ત્યારે હવાલાના સિટી ઈજનેર સહિત 4 અધિકારીએ લીલીઝંડી આપી હતી. મુખ્ય ઈજનેર રજા પર હોવાથી હવાલાના સિટી ઈજનેરે મંજૂરી આપી હતી.

પ્રાપ્તથતી માહિતી અનુસાર 3.90 કરોડના સાધનોની ખરીદીના અંદાજની મંજૂરી માટે ફાઈલ રજૂ કરવામાં આવી હતી. ફાઈલને લીલીઝંડી આપનારા અધિકારીઓ જવાબદારીમાંથી છટક્યાં છે. પાલિકામાં બજેટ ખૂટે તો એડવાન્સ લઈ ચૂકવણી કરવા ભલામણ થઈ હતી. વિવાદીત ખરીદીના અંદાજની ફાઈલ મંજૂર કરનારા અધિકારીઓની બેદરકારી હતી. RTIમાં પણ હવાલાના સિટી ઈજનેર વિરૂદ્ધ કાર્યવાહી ન થયાનો ઘટસ્ફોટ થયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો