જળ આંદોલન : વડગામ તાલુકામાં કરમાવદ તળાવ ભરવાને લઈને ખેડૂતો આંદોલનના માર્ગે

વડગામ તાલુકાના જલોત્રા ગામના ખેડૂતો ઘણા વર્ષથી કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં (Mukteshvar Dam) પાણીને લાવવા અનેક વખત રજુઆત કરી ચૂક્યા છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

May 26, 2022 | 11:51 AM

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વડગામ તાલુકાના (Vadgam Taluka)  કરમાવદ ગામનું તળાવ ભરવા ખેડૂતો જળ આંદોલન કરશે. પાલનપુરમાં 125 ગામના 25 હજાર ખેડૂતો રેલીમાં જોડાઈ તેવી શક્યતા છે. ખેડૂતો (Farmer) મોટી સંખ્યામાં ટ્રેક્ટર લઈને પાલનપુર પહોંચ્યા છે. આદર્શ હાઈસ્કૂલથી કલેક્ટર કચેરી સુધી 2 કિલોમીટર સુધીની પદયાત્રા યોજાશે.જેમાં ખેડૂત આગેવાનો કરમાવદ તળાવ ભરવા કલેક્ટરને રજુઆત કરશે.વડગામના કરમાવદ ગામનું તળાવ ભરવાને લઈને ખેડૂતો હાલ આંદોલનના માર્ગ વળ્યા છે.

 વડગામનું કરમાવદ તળાવ ભરવાની માગ કરશે

તમને જણાવી દઈએ કે, વડગામ તાલુકાના જલોત્રા ગામના ખેડૂતો ઘણા વર્ષથી કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં (Mukteshvar Dam) પાણીને લાવવા અનેક વખત રજુઆત કરી ચૂક્યા છે. છતાં કોઈ ઉકેલ ના આવતા ખેડુતો આંદોલનના માર્ગ વળ્યા છે.ઉલ્લેખનીય છે કે, વરસાદની અનિયમિતતાના લીધે તાલુકામાં નદી, નાળા, તળાવ, કુવા ખાલીખમ જોવા મળી રહ્યા છે. ત્યારે તાલુકાના ખેડૂતો ને ખેતી કરવી મુશ્કેલ બની છે તેમજ વડગામ તાલુકા તેમજ પાલનપુર તાલુકા ખેડૂતો દ્વારા મુક્તેશ્વર ડેમ અને કરમાવાદ તળાવમાં પાણી ભરવા માટે જળ આંદોલનની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 125 ગામોના ખેડૂતો એકઠા થઈને રેલી યોજી મુક્તેશ્વર ડેમ અને કરમાવાત તળાવમાં પાણી નાખવા માટે શક્તિ પ્રદર્શન કરી સરકાર રજૂઆત કરશે.

આ અગાઉ પાલનપુરના સેમોદ્રા, પીપળી તેમજ છનિયાણા ગામે ખેડૂતોની રાત્રી સભા યોજાઈ હતી.જેમાં ખેડૂતો દ્વારા કળશ પૂજા કરી 26 મેનાં રોજ યોજાનારી જળ આંદોલન રેલીમાં સમર્થન આપવા માટે 800 ખેડૂતોએ સંકલ્પ લીધો હતો.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati