Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યના 25 IPS અધિકારીની બદલી, રાજકુમાર પાંડિયનની CID ક્રાઇમમાંથી લો એન્ડ ઓર્ડરમાં બદલી

રાજ્યના 25 IPS અધિકારીની બદલી, રાજકુમાર પાંડિયનની CID ક્રાઇમમાંથી લો એન્ડ ઓર્ડરમાં બદલી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2024 | 10:07 PM

અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચ JCP અજય ચૌધરીની ગાંધીનગર મહિલા સેલના ADG તરીકે બદલી થઈ છે. જ્યારે લિના પાટીલ વડોદરા એડિશનલ પોલીસ કમિશનર તરીકે બદલી કરાઈ છે. શમશેર સિંઘ પાસે ACBના ડાયરેકટરનો વધારાનો હવાલો યથાવત રાખવામાં આવ્યો છે.

રાજ્યના 25 IPSની એક સાથે બદલી કરવાનો ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજકુમાર પાંડિયાનની CID ક્રાઇમમાંથી લો એન્ડ ઓર્ડરમાં બદલી કરવામાં આવી છે. તો રાજકોટ અગ્નિકાંડ બાદ બદલાયેલા વિધિ ચૌધરીને અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર તરીકે બદલી થઈ છે. અમદાવાદ પોલીસ એડમીન વિભાગનો વધારાનો હવાલો પણ વિધિ ચૌધરી પાસે રહેશે.

અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચ JCP અજય ચૌધરીની ગાંધીનગર મહિલા સેલના ADG તરીકે બદલી થઈ છે. જ્યારે લિના પાટીલ વડોદરા એડિશનલ પોલીસ કમિશનર તરીકે બદલી કરાઈ છે. શમશેર સિંઘ પાસે ACBના ડાયરેકટરનો વધારાનો હવાલો યથાવત રાખવામાં આવ્યો છે. વડોદરા એડિશનલ પોલોસ કમિશનર મનોજ નિનામાંની સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં બદલી થઈ છે.

અમદાવાદ શહેર પોલીસના સેકટર 2ની લાંબા સમય થી ખાલી પાડેલ જગ્યા પર નિમણુંક કરાઈ છે. જયપાલસિંહ રાઠોર અમદાવાદ સેકટર 2ના નવા એડિશનલ પોલીસ કમિશ્નર છે. સુરત ઝોન-1 DCP ભક્તિ ડાભીની સુરત HQ DCP તરીકે બદલી કરાઈ છે. તો ઉષા રાડાની વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે બદલી થઈ છે.

g clip-path="url(#clip0_868_265)">