સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, નર્મદા નદીમાં વહ્યાં ઘૂઘવતાં પૂર, 42 ગામને કરાયા એલર્ટ, જુઓ વીડિયો

|

Aug 26, 2024 | 2:53 PM

સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.2 મીટર ખોલવામાં આવતા, નર્મદા નદીમાં ઘૂઘવતા પૂર વહી રહ્યાં છે. નર્મદા નદીમાં આશરે ચાર લાખ ક્યુસેક જેટલુ પાણી છોડવામા આવી રહ્યું છે. જેના કારણે હેઠવાસમાં આવેલ ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના 42  ગામને એલર્ટ કરાયા છે. 

મધ્ય પ્રદેશમાં વરસેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડાઈ રહેલા પાણીને કારણે, સરદાર સરોવરમાં નવા પાણીની વિપૂલ માત્રામાં આવક થવા પામી છે. સરદાર સરોવર નર્મદા બંધમાં જળસપાટી 135. 30 મીટરહે પહોચી જવા પામી છે. ઉપરવાસમાંથી થઈ રહેલ 3,37,367 ક્યુસેક પાણીની આવકને ધ્યાને લઈને સત્તાવાળાઓએ સરદાર સરોવરના 23 દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે.

સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.2 મીટર ખોલવામાં આવતા, નર્મદા નદીમાં ઘૂઘવતા પૂર વહી રહ્યાં છે. નર્મદા નદીમાં આશરે ચાર લાખ ક્યુસેક જેટલુ પાણી છોડવામા આવી રહ્યું છે. જેના કારણે હેઠવાસમાં આવેલ ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના 42  ગામને એલર્ટ કરાયા છે.

વર્તમાન ચોમાસા પ્રથમવાર સરદાર સરોવરના 23 દરવાજા 2.2 મીટર સુધી ખોલવામા આવ્યા છે. હાલ સરદાર સરોવર બંધમાં 3,37367 ક્યુસેક પાણી ની આવક સામે નર્મદા નદીમાં 3,95000 ક્યુસેક પાણીની જાવક છે. નર્મદા ડેમમાં કુલ 4740.60 મીલીયન કયુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.

Next Video