Breaking News : તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ, પોલીસે 23 નશાખોરને ઝડપ્યા, જુઓ Video
ગુજરાતમાં દારુબંધી હોવા છતા વારંવાર લોકો નશામાં ધૂત જોવા મળે છે. ગીર સોમનાથના તાલાલાના ફાર્મ હાઉસમાં દારુની મહેફિલ ઝડપાઈ છે.સુરવા-હડમતીયા રોડ પર એથીઝ ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા પાડ્યા હતા.
ગુજરાતમાં દારુબંધી હોવા છતા વારંવાર લોકો નશામાં ધૂત જોવા મળે છે. ગીર સોમનાથના તાલાલાના ફાર્મ હાઉસમાં દારુની મહેફિલ ઝડપાઈ છે.સુરવા-હડમતીયા રોડ પર એથીઝ ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા પાડ્યા હતા. દારુની મહેફિલ માણી રહેલા 23 નશાખોર ઝડપાયા છે. દારુની બોટલો સહિત 41.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તમામ આરોપી રાજકોટના ગોંડલના હોવાનું સામે આવ્યું છે.
પોલીસે 23 નશાખોરને ઝડપ્યા
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારુબંધી હોવા છતા સુરવા-હડમતીયા રોડ પર આવેલા એથીઝ ફાર્મ હાઉસમાં દારુ પાર્ટી ઝડપાઈ છે. પોલીસે દારુની મહેફિલ કરતા 23 નશાખોર ઝડપ્યા છે. દારુની બોટલો સહિત 41.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
એરપોર્ટ પરથી ઝડપાયો હતો 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો
બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પરથી 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો હતો.DRIએ 37 કિલો જેટલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો. બેંગકોકથી આવેલા 4 ભારતીય પ્રવાસીઓ પાસેથી ગાંજો ઝડપાયો હતો. ખાણીપીણીનાં પેકિંગમાં હાઈબ્રીડ ગાંજાની હેરફેર કરતા હોવાનું સામે આવ્યું હતું.આ અગાઉ 20 એપ્રિલ પણ અમદાવાદ એરપોર્ટ ઉપર 17 કિલોહાઇડ્રોપોનિક ડ્રગ્સ એટલે કે હાઇબ્રીડ ગાંજો ઝડપાયો હતો. છેલ્લા 10 દિવસમાં બીજીવાર અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો