Monsoon 2025 : ગુજરાતમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ, 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો, જુઓ Video

Monsoon 2025 : ગુજરાતમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ, 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો, જુઓ Video

| Edited By: | Updated on: Jun 17, 2025 | 10:04 AM

ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ ચૂકી છે. 16 જૂને ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતના વિવિધ જિલ્લાના 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બોટાદના ગઢડામાં 13.9 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ ચૂકી છે. 16 જૂને ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતના વિવિધ જિલ્લાના 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બોટાદના ગઢડામાં 13.9 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે પાલિતાણામાં 11.9 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે શિહોરમાં 11.6 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત બોટાદમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ગુજરાતના 128 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આજે સાત જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

વિવિધ જિલ્લાના 221 તાલુકામાં વરસાદ

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગઈકાલથી વિધિવત ચોમાસાનું આગમન થઈ ગયું છે. વિવિધ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદે જમાવટ કરી છે. ભાવનગરના ઉમરાળામાં 10.4 ઈંચ તો સાવરકુંડલામાં પણ 10 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવામાં ચોવીસ કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદ અને રાજકોટમાં પણ વરસાદે જમાવટ કરી છે. અમદાવાદના ધંધુકામાં છેલ્લા બે કલાકમાં 1.61 ઈંચ તો રાજકોટમાં 1.65 ઈંચ વરસાદ ખાબક્યો છે. આણંદના પેટલાદમાં પણ છેલ્લા બે કલાકમાં 1.57 ઈંચ વરસાદ વરસ્યો છે. બોટાદના બરવાળામાં 1.5 ઈંચ જ્યારે બોટાદના રાણપુરમાં 1.06 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો