Mehsana: વડનગરના 2 હજાર વર્ષ જૂના મંદિરનો થશે જીર્ણોદ્ધાર, 4.22 કરોડના ખર્ચે ગર્ભગૃહ, સભા મંડપ, શિખરની કામગીરી કરવામાં આવશે

Mehsana: વડનગરના 2 હજાર વર્ષ જૂના મંદિરનો થશે જીર્ણોદ્ધાર, 4.22 કરોડના ખર્ચે ગર્ભગૃહ, સભા મંડપ, શિખરની કામગીરી કરવામાં આવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 9:29 AM

Vadnagar: મહેસાણાના (Mehsana) વડનગરમાં આ મંદિરમાં (Temple) આવેલુ શિવલિંગ બે હજાર વર્ષ પહેલાં સ્વયંભૂ પ્રગટ થયેલું છે. આ મંદિર અંગેની વાત કરીએ તો મંદિરનું સ્થાપત્ય અને કોતરણી અદભુત છે.

મહેસાણાના (Mehsana) વડનગરના 2000 વર્ષ જુના હાટકેશ્વર મહાદેવ મંદિરનું (Hatkeshwar Mahadev Temple) રિનોવેશન કરવામાં આવશે. રુપિયા 4.22 કરોડના ખર્ચે આ મંદિરનું રિનોવેશન કરવામાં આવશે. સરકારે આ મંદિરના જીર્ણોદ્ધાર કરાવવા માટે ગ્રાન્ટની ફાળવણી કરી છે. જેના દ્વારા મંદિરના ગર્ભગૃહ, સભા મંડપ તેમજ શિખરની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ 18 કરોડના ખર્ચે મંદિરના પહેલાં ફેઝનું રિનોવેશન કરવામાં આવ્યુ હતું. હવે સમગ્ર મંદિરની રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ મંદિર અંગેની વાત કરીએ તો મંદિરનું સ્થાપત્ય અને કોતરણી અદભુત છે. જોનારને મંત્રમુગ્ધ કરી દે તે શૈલીમાં નવ ગ્રહો, સંગીતકારો, નૃત્ય કરતી અપ્સરાઓ, હિંદુ દેવી-દેવતાઓ, સમગ્ર દેવમંડળ, રામાયણ અને મહાભારતનાં પ્રેરકપ્રસંગો, પ્રાણીઓ અને પક્ષીઓની સુંદર આકૃતિઓને કંડારવામાં આવી છે. આ મંદિરમાં આવેલુ શિવલિંગ બે હજાર વર્ષ પહેલાં સ્વયંભૂ પ્રગટ થયેલું છે.

મહેસાણાના વડનગરમાં આવેલા ભગવાન શિવનું આ મંદિર બે હજાર વર્ષ જૂનુ છે. આ મંદિર પાછળની પૌરાણિક દંતકથા એવી છે કે ચિત્રગુપ્ત નામના બ્રાહ્મણે ભગવાન શિવ પ્રસન્ન થઈ વડનગરમાં બિરાજમાન થાય તે માટે ઘોર તપસ્યા કરી હતી. ભક્ત બોલાવેને ભોળાનાથ આવે નહીં તેવું બને નહીં. ચિત્રગુપ્તના તપથી ભોળાનાથ પ્રશન્ન થયા અને કહ્યું કે વડનગરમાં મંદિર બનાવી તેમાં સોનાની લીંગની સ્થાપના કરજે હું સ્વયંભૂ પ્રગટ થઈશ. ત્યારબાદ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થયા હતા.

આ પણ વાંચો-Navsari: 24 કલાકથી લાઈટ ન અવતાં બિલિમોરામાં મોડી રાત્રે લોકોએ DGVCLની કચેરી પર પથ્થરમારો કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો

આ પણ વાંચો-ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ-2022નું સમાપન,100થી વધુ દેશો જોડાયા, આયુષ ક્ષેત્રે રૂ.9000 કરોડથી પણ વધુના રોકાણના MOU થયાં

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">