કાળઝાળ ગરમીમાં માણસો તો ઠીક પણ પશુ-પક્ષીઓ પણ પરેશાન બન્યા છે ત્યારે ત્યારે જુનાગઢમાં NGO દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.ગરમીને કારણે લગભગ 200 જેટલા પક્ષીઓને હિટસ્ટોક લાગી જતા સારવાર આપવામાં આવી રહી છે,તો જુનાગઢ શહેરના હીરાપન્ના કોમ્પ્લેક્સમાં જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે ખાસ આઈસીયુ જેવું સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્ટર ખાતે અત્યાર સુધીમાં 200 જેટલા પક્ષીઓને હિટ્સ્ટ્રોક લાગી જવાથી ગંભીર બીમાર પડી ગયા હતા અને 150 જેટલા પક્ષીઓને સ્વસ્થ કરવામાં આવ્યા છે.
કહેવાય છે કે મનુષ્યો કરતા પક્ષીઓ વધુ નાજુક હોય છે. તેમને વધુ ગરમી લાગે છે. હાલ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે જુનાગઢમાં જીવ દયા પ્રેમી પક્ષીઓને વ્હારે આવ્યા છે અને પક્ષીઓની સેવા કરવાનો સંકલ્પ કર્યો છે. તેથી 200 જેટલા પક્ષીઓને હીટસ્ટ્રોક આવી જતા તાત્કાલીક ICU વોર્ડમાં લાવીને સારવાર કરવામાં આવી અને 150 જેટલા પક્ષીઓને સારા કરી ગગનમાં મુક્ત કરવામાં આવ્યા.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો