Breaking News : ભારે વરસાદથી પાલનપુર-અમદાવાદ સ્ટેટ હાઈવે પર 20 કિ.મી. સુધી ટ્રાફિકજામ, જુઓ Video
ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેના પગલે પાલનપુર-અમદાવાદ સ્ટેટ હાઈવે પર 20 કિમી સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો છે.
ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેના પગલે પાલનપુર-અમદાવાદ સ્ટેટ હાઈવે પર 20 કિમી સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો છે. મોડી રાતથી છાપી નજીક ST બસ સહિત અનેક વાહનો ફસાયા છે. છાપી હાઈવે પર કેડસમા પાણી ભરાઈ જતા હાઈવે બંધ થયો છે. છેલ્લા 10 કલાકથી ટ્રાફિકજામ છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ટ્રાફિકજામમાં અટવાયેલા વાહનચાલકોને ભારે હાલાકી થઈ છે. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઈ નથી.
સ્ટેટ હાઈવે પર 20 કિમી સુધી ટ્રાફિક જામ
ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા દૂર-દૂર સુધી વાહોની લાંબી કતાર લાગી છે. ટ્રાફિકજામમાં વાહનચાલકો ફસાતા ભારે હાલાકીનો સામનો કરવા માટે મજબૂર બન્યાં છે. બસમાં સવાર મુસાફરો પણ હાલાકી વેઠી રહ્યાં છે. જો કે ટ્રાફિકજામની આ સ્થિતિમાં છાપીના યુવાનો વાહનચલાકોની વહારે આવ્યા છે. છેલ્લા 10-10 કલાકથી ટ્રાફિકમાં ફસાયેલા લોકોને પાણીની સેવા પૂરી પાડી રહ્યા છે.
