Vadodara Video : વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ, જાણો કેમ લગાવી દેવાયો છે આ પ્રતિબંધ
વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં પ્રતિબંધિત દવાનો મોટો જથ્થો ઝડપાઈ છે. SOG (Special Operations Group) દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં 1.59 લાખ ટ્રામાડોલ ટેબલેટ મળી આવી, જેનું કાળાબજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અને કુલ 32.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપીના ઘર અને મેડિકલ સ્ટોર પરથી વધારાનો જથ્થો ઝડપાયો
આ કિસ્સામાં ઓકલેન્ડ ફાર્મસીમાંથી દવાઓનું ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું હતું, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન આરોપીના ઘર અને મેડિકલ સ્ટોરમાંથી પણ વધુ પ્રતિબંધિત દવાઓનો જથ્થો મળ્યો.
કૌભાંડી ગેંગોની સંડોવણી?
SOGના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચીકલીગર અને કહાર ગેંગના શખ્સો આ પ્રકારની ટેબલેટનો અલાયદા હેતુઓ માટે ઉપયોગ કરે છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. ટ્રામાડોલ ટેબલેટ્સ સામાન્ય રીતે તીવ્ર દુઃખાવા માટે આપવામાં આવે છે, પરંતુ તે નશીલા પદાર્થ તરીકે પણ દુરુપયોગ થાય છે.
પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
SOGની ટીમે મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને હિરાસતમાં લીધા છે. હજી વધુ લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શક્યતા હોવાથી, પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ કેસ રાજ્યમાં દવાનો ગેરકાયદેસર વેચાણ અને નશીલા પદાર્થોના દુરુપયોગને લઈને મોટી ચેતવણીરૂપ છે. પ્રતિબંધિત દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે કડક કાર્યવાહી જરૂરી છે!
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો