Rain News : મેઘરાજાએ બોલાવી ધડબડાટી, છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કલ્યાણપુરમાં 10.75 ઈંચ ખાબક્યો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 10.75 ઈંચ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 10.75 ઈંચ ખાબક્યો છે. જેના પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે. તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
અમરેલી જિલ્લામાં પણ મેઘરાજા મનમૂકી વરસ્યા
દેવભૂમિ દ્વારકા શહેરમાં 6.0 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો પોરબંદરમાં 3.94 ઈંચ વરસાદ વરસ્યો છે. તો જૂનાગઢના માંગરોળમાં 3.74 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સૂત્રાપાડામાં 3.35 ઈંચ વરસાદ ખાબક્યો છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા છે.
અમરેલીના જાફરાબાદમાં 3.07 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 12 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
