મહેસાણા મહાનગરપાલિકા એ 4 દિવસ સિટી બસ સેવા ફ્રી કરી શહેરીજનોને આપી દિવાળીની ભેટ- Video

મહેસાણા મહાનગરપાલિકા એ 4 દિવસ સિટી બસ સેવા ફ્રી કરી શહેરીજનોને આપી દિવાળીની ભેટ- Video

| Edited By: | Updated on: Nov 07, 2026 | 12:37 AM

મહેસાણા મહાનગરપાલિકાએ દિવાળી નિમિત્તે શહેરીજનોને ભવ્ય ભેટ આપી છે. 8 થી 11 નવેમ્બર દરમિયાન સિટી બસ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. 

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નગરજનોને ખાસ દિવાળી ભેટ જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળીના તહેવાર દરમિયાન સિટી બસ સેવા નિ:શુલ્ક રહેશે. શહેરમાં 8 થી 11 નવેમ્બર સુધી મફત મુસાફરી કરી શકાશે. મેયર સોનલ ઓઝા દ્વારા નાગરિકો માટે વિશેષ જાહેરાત કરવામાં આવી છે. દિવાળીથી ભાઈબીજ સુધી ટિકિટના રૂપિયા નહીં લેવામાં આવે.

મનપા દ્વારા તહેવારો દરમિયાન ચાર દિવસ નિઃશુલ્ક મુસાફરી આપવામાં આવી રહી છે. આ ચાર દિવસ દરમિયાન કોઈપણ મુસાફર પાસેથી ટિકિટના પૈસા લેવામાં આવશે નહીં. આ તકે મેયર સોનલ ઓઝાએ જણાવ્યુ હતુ કે અમારી ભાવના માત્ર સેવા આપવાની નથી પરંતુ દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે એ માટે સહભાગી બનવાની છે.

મહાનગરપાલિકાના આ નિર્ણયથી તહેવારો દરમિયાન ખરીદી કરવા, સગાં-સંબંધીઓને મળવા અને શહેરમાં અવરજવર કરતા લોકોને મોટી રાહત મળશે.

સનાતન સંસ્કૃતિમાં ધનતેરસના તહેવાર સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ અને તેની સાથે જોડાયેલી અમર કથાઓ વિશે જાણો

Follow Us
Loading...
Unable to load recommendations.