વડોદરામાં 15 ફુટ લાંબા મગરનું કરાયું રેસ્ક્યુ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Aug 29, 2024 | 4:25 PM

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરમાં તણાઈને રહેણાંક વિસ્તારમાં ચડી આવેલા 10 મગરને સલામત રીતે રહેણાંક એરિયાથી દૂર કરાયા છે. જેમાંથી 2 મગરને પાછા નદીમાં છોડવામાં આવ્યા છે. જ્યારે આઠ મગરને, વિશ્વામિત્રી નદીનુ પાણી ઓસરે ત્યાર બાદ પાછા નદીમાં છોડી દેવામાં આવશે.

કામનાથ નગર વિસ્તારમાં વિશાળ મગર આવી ચડ્યો હતો. વિશ્વામિત્રી નદીના પૂરના પાણીની સાથે વડોદરાના અનેક વિસ્તારોમાં મગર આવી ચડ્યા હોવાની ઘટના બની હતી. છેલ્લા પાંચ દિવસથી ફોરેસ્ટ વિભાગની ટિમ મગરને રેસ્ક્યુ કરી રહ્યાં છે. વન વિભાગ સમક્ષ આવેલ ફોનને આધારે વન વિભાગના નિષ્ણાતોની ટિમે 10 મગરનું રેસ્કયુ કર્યું છે.

વન વિભાગના અધિકારીના જણાવ્યાનુંસાર વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરમાં તણાઈને રહેણાંક વિસ્તારમાં ચડી આવેલા 10 મગરને સલામત રીતે રહેણાંક એરિયાથી દૂર કરાયા છે. જેમાંથી 2 મગરને પાછા નદીમાં છોડવામાં આવ્યા છે. જ્યારે આઠ મગરને, વિશ્વામિત્રી નદીનુ પાણી ઓસરે ત્યાર બાદ પાછા નદીમાં છોડી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદીમાં મગરનો કાયમી વસાવટ છે. જ્યારે પણ વિશ્વામિત્રી નદીમાં પૂર આવે છે ત્યારે નદીમાં રહેલા મગર રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે. જેનુ વન વિભાગ તેમજ અન્ય સંસ્થાઓના કર્મચારીઓ દ્વારા બચાવ કરવામાં આવે છે.