Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશમાં ચમત્કારિક રીતે બચેલા વિશ્વાસકુમારનો દુર્ઘટના પછીનો વધુ એક Video સામે આવ્યો
આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો વિશ્વાસકુમારના બચાવને ચમત્કાર તરીકે જોઈ રહ્યા છે. મૃત્યુને ટચ કરીને આવેલા વિશ્વાસકુમારને સૌ કોઈ ચમત્કાર માની રહ્યા છે.
12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી ભયાનક પ્લેન ક્રેશ ઘટનામાં 241 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે દીવના રહેવાસી વિશ્વાસકુમાર એકમાત્ર નસીબદાર સાબિત થયા છે. દુર્ઘટનાના દિવસેનો વિશ્વાસકુમારનો વધુ એક વીડિયો હાલ સામે આવ્યો છે. જેમાં તેઓ IGP કમ્પાઉન્ડની બહાર નીકળતા જોવા મળે છે.
પ્રાથમિક ઈલાજની વ્યવસ્થા કરવામાં આવી
વીડિયોમાં તેઓ મોબાઇલ પર વાત કરતાં કેમેરામાં કેદ થયા છે. વિશ્વાસ જ્યારે બહાર નીકળી રહ્યા હતા, ત્યારે ત્યાં 108 એમ્બ્યુલન્સની ટીમ હાજર હતી. તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બેસાડીને તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના પ્રાથમિક ઈલાજની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ
આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો વિશ્વાસકુમારના બચાવને ચમત્કાર તરીકે જોઈ રહ્યા છે. મૃત્યુને ટચ કરીને આવેલા વિશ્વાસકુમારને સૌ કોઈ ચમત્કાર માની રહ્યા છે.
12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. તેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા. વધારે ન્યૂઝ માટે અહીં ક્લિક કરો.

