જામનગર વીડિયો : કામદારોને છૂટા કરી દેતા ખાનગી સિમેન્ટ કંપની સામે નોંધાવ્યો વિરોધ, શ્રમિકોને નોટિસ વિના જ છૂટા કર્યાનો આક્ષેપ
કામદારોના આમરણાંત આંદોલનનું કારણ કે સિમેન્ટ કંપનીએ ઓક્ટોબર માસમાં 113 કામદારોને કામ પરથી છૂટા કરી દીધા હતા. જેને લઇ રોષનો માહોલ ફેલાયો છે. ત્યારે કામદારો વિરોધ પર ઉતર્યા છે. તમામ કામદારોને પરત કામ પર રાખીને નોકરી કાયમી કરવામાં આવે તેવી માગ સાથે કામદારોએ આંદોલન કર્યા છે.
જામનગરમાં ખાનગી કંપની સામે કામદારો આમરણાંત આંદોલન પર ઉતર્યા હોવાનું સામે આવ્યુ છે. કામદારોના આમરણાંત આંદોલનનું કારણ કે સિમેન્ટ કંપનીએ ઓક્ટોબર માસમાં 113 કામદારોને કામ પરથી છૂટા કરી દીધા હતા. જેને લઇ રોષનો માહોલ ફેલાયો છે. ત્યારે કામદારો વિરોધ પર ઉતર્યા છે.
તમામ કામદારોને પરત કામ પર રાખીને નોકરી કાયમી કરવામાં આવે તેવી માગ સાથે કામદારોએ આંદોલન કર્યા છે. સાથે જ જેટલા દિવસો કામદારો અળગા રહ્યા છે. તેની પણ ચૂકવણી કરવામાં આવે તેવી માગ કરી છે.
વધુમાં તેમણે આક્ષેપ કર્યા છે કે પેઢીએ કોઇ પણ નોટિસ આપ્યા વિના છૂટા કરી દીધા છે. જો કંપની યોગ્ય નિર્ણય નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. કામદારો સમગ્ર મામલે ખાનગી સિમેન્ટ કંપની અને કોન્ટ્રાક્ટરો સામે રોષ ઠાલવી રહ્યા છે.

રોજ નરણા કોઠે ખાઓ સુગંધીદાર મસાલા, ઘણી બિમારીમાં મળશે રાહત

આજનું રાશિફળ તારીખ : 02-12-2023

વર્ષ 2023માં આ ખેલાડીઓએ જીત્યા સૌથી વધારે મેન ઓફ ધ મેચ, જુઓ લિસ્ટ

મૌની રોયે ડીપ નેક મિની ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, જુઓ ફોટો

અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો

બિગ બોસ 17 ધમાલ મચાવનારી ખાનઝાદી છે કોણ, જુઓ ફોટો
Latest Videos