Vadodara : દારૂબંધીના દાવાઓ વચ્ચે દારૂની મહેફિલ ઝડપાઈ, 11 શખ્સોને ઝડપ્યા, જુઓ Video
ગુજરાતમાં દારુબંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાયો છે. ત્યારે વડોદરાના દારુબંધીના દાવાઓ વચ્ચે દારુની મહેફિલ ઝડપાઈ છે. દારુની મહેફિલ માણતા 11 શખ્સો ઝડપાયા છે.
ગુજરાતમાં દારુબંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાયો છે. ત્યારે વડોદરાના દારુબંધીના દાવાઓ વચ્ચે દારુની મહેફિલ ઝડપાઈ છે. દારુની મહેફિલ માણતા 11 શખ્સો ઝડપાયા છે. નવલખી મેદાન નજીક કાચી ઝૂપડાની નજીક દારુની મહેફિલ ચાલતી હોવાનું સામે આવ્યું છે. જાહેરમાં દારુની મહેફિલ માણતા લોકોને ઝડપ્યા છે. 11 શખ્સો દારુની મહેફિલ માણતા ઝડપી તેમના પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું છે.
નડિયાદમાં દારુ પીવાથી 3 લોકોના મોત
બીજી તરફ ખેડાના નડિયાદમાં દારુ પીવાના કારણે 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. દારુ પીવાથી ત્રણ લોકોના મોત થયાનો પરીવારે આરોપ કરવામાં આવ્યો છે. નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં આ ઘટના બની હતી. જવાહરનગર રેલવે ફાયક પાસે ત્રણેય મૃતકોએ દારુ પીધાની આશંકા કરવામાં આવી છે. ત્રણેય મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. ત્યારબાદ ત્રણેય મૃતકના સેમ્પલ ગાંધીનગર FSLમાં મોકલાયા હતા.
