Ahmedabad: સરખેજના અંડરપાસમાં ભરાયેલા પાણીએ યુવકનો લીધો જીવ, ત્રણ લોકો અંદરથી થઈ રહ્યા હતા પસાર

અમદાવાદના સરખેજમાં આવેલા વણઝારવાસ અંડરપાસમાં પાણી ભરાયા હતા. તેમાં ત્રણ યુવાન ગયા હતા પરંતુ દુર્ભાગ્યે એક યુવકનું ડુબવાથી મોત નિપજ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 4:25 PM

અમદાવાદમાં (Ahmedabad) ધોધમાર વરસાદને (Heavy Rain) કારણે દુખદ ઘટના બની છે. ધોધમાર વરસાદ ખાબકતા સરખેજના (Sarkhej) વણઝારવાસ અંડરપાસમાં (Underpass) પાણી ભરાયા. જેમાં ડૂબતા એક યુવકનું મોત નિપજ્યું. વણઝારવાસના અંડરપાસમાં પાંચથી છ ફૂટ પાણી ભરાયેલા હતા. આ અંડરપાસમાં ભરાયેલા પાણી વચ્ચે ત્રણ લોકો પસાર થયા. માહિતી અનુસાર સ્થાનિકોએ રોક્યા પરંતુ ત્રણ વ્યક્તિઓ અંડરપાસમાં ઉતર્યા. જે પૈકીના બે લોકો બહાર નિકળી ગયા. પરંતુ એક યુવકને તરતા ન આવડતું હોવાથી અંડરપાસના પાણીમાં ડૂબ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોએ ફાયર બ્રિગેડને કરી હતી. બાદમાં ઘટના સ્થળે ફાયર બ્રિગેડનો ફાફલો પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ 15થી 20 મિનિટ બાદ યુવકને બેભાન અવસ્થામાં બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો. જો કે પાણીમાં ડૂબતા યુવકનું મોત થઈ ગયું હતું.

તમને જણાવી દઈએ કે પાણી અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમદાવાદના એસજી હાઇવે પર મુશળઘાર વરસાદ પડતાં સમગ્ર રોડ પર પાણી જોવા મળ્યા હતા. આ ઉપરાંત શહેરના નરોડા, સરદારનગર, બાપુનગર, ઓઢવ, નવરંગપૂરા, નારણપૂરા, મેમનગર, ડ્રાઈવ ઇન, વસ્ત્રાપુરમાં વરસાદ પડ્યો હતો. જેમાં સરખેજના વણઝારવાસ અંડરપાસમાં બનેલી ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.

આ પણ વાંચો: GANDHINAGAR : વિધાનસભામાં વિપક્ષનો વોકઆઉટ, કોરોના મૃતકોને શોકાંજલિનો વિપક્ષનો પ્રસ્તાવ

આ પણ વાંચો: SURAT : ST નિગમના કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે નારાજ, કર્મચારીઓની હડકાળ પર જવાની ચીમકી

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">