Gujarat : દક્ષિણ ગુજરાતમાં નેઋત્ય ચોમાસાનું આગમન, વલસાડમાં ધમાકેદાર એન્ટ્રી, અમરેલીની દરિયાઇ પટ્ટીમાં હળવો વરસાદ

Gujarat : રાજ્યમાં ચોમાસાથી થઇ ગઇ છે એન્ટ્રી. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે, હવે રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે.

| Updated on: Jun 13, 2021 | 4:21 PM

Gujarat : રાજ્યમાં ચોમાસાથી થઇ ગઇ છે એન્ટ્રી. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે, હવે રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. વલસાડ સુધી મેઘસવારી પહોંચી ગઇ છે. જો કે, દક્ષિણ ગુજરાતની બહાર હાલ ચોમાસું આવશે નહીં. મહત્વનું છે કે સામાન્ય કરતા 6 દિવસ પહેલા રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. તેથી હવામાન વિભાગે માછીમારોને આગામી ત્રણથી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

દાદરાનગર હવેલીના વાતાવરણમાં પલટો
તો આ તરફ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહીં, મોડી રાતથી સવાર સુધી પ્રદેશમાં અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે બાલદેવી નજીકથી પસાર થતી ખાડી બે કાંઠે વહેવા લાગી હતી. આ ખાડી બે કાંઠે વહેતી થતાં અનેક માછીમારો માછલી પકડવા ઉમટી પડયા હતા.

વલસાડ જિલ્લામાં મેઘરાજાની વિધિવત એન્ટ્રી
આજે દેશના આર્થિક પાટનગર મુંબઇને વરસાદે ધમરોળ્યા બાદ દક્ષિણ ગુજરાત તરફ ચોમાસું આગળ વધ્યું છે. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. ખાસ કરીને વલસાડ જિલ્લાના વાતાવરણમાં વરસાદી માહોલ છવાયો હતો. ગઇકાલ અને આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.

કપરાડા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ
રાજ્યના ચેરાપૂંજી એવા કપરાડા વિસ્તારમાં મેહુલિયાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મોડી રાતથી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. કપરાડા સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેથી વાપી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ નોંધાયો હતો.બુધવારે સવારે પણ આકાશ વાદળોથી ઘેરાયું હતું.ગઈકાલે પણ જિલ્લાના વાપી-વલસાડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, સાથે દાદરા-નગરહવેલીમાં પણ સવારે ભારે વરસાદ પડ્યો હતો.

અમરેલી પંથકમાં વરસાદનું આગમન

અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં વરસાદ પડયો છે. જેમાં રાજુલાના હીડોરણા, છતડીયા સહિત આસપાસના ગામડામાં વરસાદ નોંધાયો છે. તથા જાફરાબાદના કડીયાળી,વઢેરા આસપાસના ગામડામાં વરસાદી ઝાપટા પડયા છે. સમગ્ર કોસ્ટલ બેલ્ટમાં વરસાદી માહોલ છવાયો છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">