GUJARAT : હવે સરકાર ‘મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ’ અભિયાન શરૂ કરશે

GUJARAT : મારુ ગામ, કોરોનામુક્ત ગામ' અભિયાન બાદ હવે સરકાર ‘મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ' અભિયાન શરૂ કરશે. રવિવારથી મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ‘મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ' અભિયાન શરૂ થશે.

| Updated on: May 14, 2021 | 7:40 PM

GUJARAT : મારુ ગામ, કોરોનામુક્ત ગામ’ અભિયાન બાદ હવે સરકાર ‘મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ’ અભિયાન શરૂ કરશે. રવિવારથી મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ‘મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ’ અભિયાન શરૂ થશે. જેના માટે નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. આ માટે શહેરી વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગ સંયુક્ત રીતે કામ કરશે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, કોવિડ અંગે વધારે જનજાગૃતિ માટે નગરપાલિકાના સભ્ય, મનપાના કોર્પોરેટર સાથે સંકલન કરી કાર્યક્રમ કરીશું. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, ‘સરકારનું પહેલું કામ સેનેટાઇઝેશન થાય અને વોર્ડ સ્વચ્છ બને’

ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, ‘માર્ચમાં 145 મેટ્રિક ટનની જરૂર પડતી હતી, આજે 1100 મેટ્રિક ટન જથ્થાની જરૂર પડે છે’ રિકવરી રેટ સુધર્યો હોવાની અને સરકારે 1 લાખ કરતા વધારે બેડની સુવિધા પૂરી પાડી હોવાનું પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું.

હવે ‘મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ’ અભિયાન મનપા અને નગરપાલિકાઓમાં ચાલશે. જેમાં સેનેટાઇઝેશન થકી વોર્ડને સ્વચ્છ બનાવવું પ્રથમ કામ રહેશે.આ અભિયાન માટે નોડલ ઓફિસરની નિમણૂંક કરાઇ છે. શહેરી વિકાસ અને આરોગ્ય વિભાગ મળીને આ કામ કરશે. ગુજરાતમાં રિકવરી રેટ સુધરી રહ્યો છે હોવાનું ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું છે. સાથે જ ઓક્સિજનની ખપતને પહોંચી વળવા સરકાર સતત કાર્યરત હોવાનું પણ પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું છે.

હાલ જયારે કોરોનાની બીજી લહેરની રાજયમાં ભારે અસર વર્તાઇ રહી છે. ત્યારે સરકાર દ્વારા કદમ ઉઠાવાઇ રહ્યા છે. અને, કોરોનાની બીજી લહેરમાં લોકોને વેક્સિન આપવા માટે પ્રોત્સાહિત કરાઇ રહ્યાં છે. જેથી જલ્દીમાં જલ્દી આ મહામારી સામે રાજયના લોકો બહાર આવી જાય. ત્યારે દરેક નાગરિકોએ કોરોનાના આ જંગમાં સહકાર આપવો જરૂરી બન્યો છે.

Follow Us:
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">