Gujarat Municipal Election 2021 : ભાજપ પર ગુજરાતની જનતાને વિશ્વાસ છે : રૂપાણી

Gujarat Municipal Election 2021 : અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપના કાર્યાલય પર ભાજપની જીતની ઉજવણી શરુ થઈ છે. આ ઉજવણીમાં મુખ્યમંત્રી રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત મંત્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં છે.

  • Tv9 Webdesk18
  • Published On - 22:31 PM, 23 Feb 2021
Gujarat Municipal Election 2021 : ભાજપ પર ગુજરાતની જનતાને વિશ્વાસ છે : રૂપાણી

Gujarat Municipal Election 2021 :

ગુજરાતની છ મહાનગર પાલિકામાં ભાજપે સપાટો બોલાવી દીધો છે. ત્યારે અમદાવાદમાં ખાનપુર ખાતેના ભાજપના કાર્યાલય પર ભાજપની જીતની ઉજવણી શરુ થઈ ગઈ છે. આ ઉજવણીમાં મુખ્યમંત્રી રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત મંત્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં છે. ખાનપુર કાર્યાલયને રોશનીથી શણગારવામાં આવ્યું છે. સી.આર.પાટીલે ગૃહમંત્રી અમિત શાહને મીઠાઈ ખવડાવીને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું. ભાજપના કાર્યાલય ખાતે યોજાયેલ અભિવાદન સમારંભમાં નવા જીતેલા કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યાં છે. સભામાં હાજર લોકોને પાટીલે નમન કર્યું હતું.

ભાજપને ખોબે ખોબે મત આપીને વિશ્વાસ વ્યક્ત કર્યો તે માટે રૂપાણીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો. રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતમાં કોંગ્રેસની સૌથી ખરાબ હાલત આજે જોવા મળી છે. અને, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હોવાનું રૂપાણીએ ઉમેર્યું, સાથે જ કહ્યું કે ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવારોને વીણી વીણીને હરાવ્યા છે. આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે જણાવ્યું કે રાજકોટમાં 50 વર્ષથી ભાજપ પર પ્રજાનો પ્રેમ અવિરત જળવાઈ રહ્યો છે અને, લાખોની સંખ્યામાં આપણી શક્તિનો ઉમેરો થયો છે.