MONEY9: મધ્યમ વર્ગમાં શા માટે છે સોનાનું આકર્ષણ?

ભારતમાં દર વર્ષે 800થી 850 ટન સોનાની ખપત થાય છે. ગરીબથી લઈને ધનિક, બધા લોકો ખરીદે છે સોનું. શા માટે છેલ્લાં બે વર્ષમાં વધ્યું છે સોનાનું આકર્ષણ?

Divyesh Nagar
| Edited By: | Updated on: May 13, 2022 | 5:20 PM

સોનું (GOLD) ખરીદવાની લાઈનમાં સૌથી આગળ છે મધ્યમવર્ગ (MIDDLE CLASS). આગળ તો હોય જ ને? કારણ કે, કાળમુખા કોવિડનું સંકટ ઘેરાયું ત્યારે સોનું જ તો સંકટમોચક બન્યું હતું! લોકડાઉનમાં આવક બંધ થઈ અને ઈમર્જન્સી આવી પડી ત્યારે ઘરમાં પડેલાં ઘરેણાં જ તો કામમાં આવ્યા હતા. હોસ્પિટલના બિલ, સ્કૂલની ફી, મકાન-દુકાનનું ભાડું. આ બધા ખર્ચા સોનાએ જ તો પાર પાડી આપ્યા હતા! હવે સ્થિતિ સુધરી રહી છે. મધ્યમવર્ગને ફરી આવક થવા લાગી છે અને આમ પણ, બિનજરૂરી ખર્ચા કરતાં પહેલાં બચત કરવી એ જ તો મધ્યમવર્ગનો સંસ્કાર છે એટલે સૌથી વધુ સોનું ખરીદનારા વર્ગમાં મધ્યમવર્ગ આગળ નીકળી ગયો.

ઈન્ડિયા ગોલ્ડ પૉલિસી સેન્ટરે જાહેર કરેલો સરવે આ વાતનો પુરાવો છે. સરવેનું તારણ દર્શાવે છે કે, સોનું ખરીદનારા લોકોમાં 56 ટકા હિસ્સો વર્ષે 2 લાખથી 10 લાખ રૂપિયા કમાતા લોકોનો છે. ભારતમાં દર વર્ષે 800થી 850 ટન સોનાની ખપત થાય છે. સરવે એમ પણ જણાવે છે કે, 90 ટકાથી પણ વધારે પરિવારે સોનું ખરીદવા માટે રોકડાનો ઉપયોગ કર્યો છે. આ સરવેમાં 40,000 પરિવારને આવરી લેવાયા હતા અને તેમાંથી 75 ટકા પરિવાર તો એવા છે, જે કોઈ ને કોઈ સ્વરૂપમાં સોનું ખરીદે છે. 

ધનિકોને ડિજિટલ ગોલ્ડ, પેપર ગોલ્ડ ગમે છે જ્યારે મધ્યમવર્ગને તો ફિઝિકલ ગોલ્ડ પર જ ભરોસો છે. આ તો વાત થઈ ભારતની. પરંતુ દુનિયાના અન્ય દેશોમાં પણ યલ્લો મેટલનો ચળકાટ વધી રહ્યો છે. કપરા સમયમાં લોકો સોનાને જ રોકાણનો સલામત વિકલ્પ માને છે અને અંગ્રેજીમાં કહીએ તો, સેફ હેવન ઈન્વેસ્ટમેન્ટ.

અત્યારે દુનિયાભરના અર્થતંત્રો કપરા સંજોગોનો સામનો કરી રહ્યાં છે. પહેલાં વિશ્વને કોવિડની ચિંતા હતી હવે, મોંઘવારીની ચિંતા સતાવી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધે મોંઘવારીની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. વ્યાજ દરો પણ વધી રહ્યાં છે. શેરબજારો ડગમગી રહ્યાં છે અને આ તમામ નેગેટિવ ન્યૂઝ વચ્ચે પણ સોનું ચમકી રહ્યું છે, તેના ભાવ અને ખરીદદારો વધી રહ્યાં છે. 

HSBC ગ્લોબલ રિસર્ચે અંદાજ આપ્યો છે કે, 2022માં સોનાનો સરેરાશ ભાવ પ્રતિ ઔંશ 40 ડૉલર વધીને 1,820 ડૉલરની આસપાસ રહેશે. અત્યારે ભાવ 1,970 ડૉલર પ્રતિ ઔંશની આસપાસ છે.

દુનિયાભરના ગોલ્ડ ETF પણ સોનું ખરીદી રહ્યાં છે. સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ETFએ માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં લગભગ 269 ટન સોનું ખરીદ્યું છે. એકલા માર્ચ મહિનામાં જ 187 ટનથી વધુ સોનું ખરીદવામાં આવ્યું છે. દુનિયાભરમાં ETFનું હોલ્ડિંગ 3,835 ટન સુધી પહોંચી ગયું છે. આ 3 મહિનામાં ભારતમાં પણ ગોલ્ડ ETFમાં લગભગ 500 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે.

દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો પણ વિદેશી મુદ્રા ભંડારમાં સોનું ભરી રહી છે. ભારતની મધ્યસ્થ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ 2021માં ગોલ્ડ રિઝર્વમાં 77.5 ટનનો વધારો કર્યો છે. RBIએ ડિસેમ્બર 2017થી લઈને અત્યાર સુધીમાં 200 ટનથી પણ વધારે સોનું ખરીદ્યું છે. આમ, એક વાત તો સ્પષ્ટ છે કે, વર્તમાન પરિસ્થિતિમાં સોનું સૌને આકર્ષી રહ્યું છે અને આથી, 2022માં પણ સોનાના સોનેરી દિવસો અને સોનાની શાન જળવાઈ રહેશે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">