Ahmedabad: GMDC ગ્રાઉન્ડમાં બનાવેલી 900 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ, 108 માં આવતા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરાશે

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર બનાવવામાં આવેલી 900 બેડની હોસ્પિટલમાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે. અહીં પણ માત્ર 108 એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને જ દાખલ કરવામાં આવી રહ્યા છે.

| Updated on: Apr 25, 2021 | 12:57 PM

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર બનાવવામાં આવેલી 900 બેડની હોસ્પિટલમાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે. અહીં પણ માત્ર 108 એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને જ દાખલ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ખાનગી વાહનો કે રિક્ષામાં આવેલા દર્દીઓએ નિરાશ થઇને પરત ફરવું પડ્યું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના જાત નિરીક્ષણ બાદ બે દિવસથી હોસ્પિટલ હમણા શરૂ થશે તેવી આશા સાથે દર્દીઓના સગાઓએ બહાર લાઇન લગાવી દીધી હતી.

 

આ પણ વાંચો: Surat: ‘કોરોના મારું કઈ બગાડી ન શકે’, 105 વર્ષના વૃદ્ધાએ કોરોનાને હરાવ્યો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">