કોરોનાને કારણે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી રખાશે મૌકુફ, રાજ્ય ચૂંટણી પંચ કરશે આજે જાહેરાત

મુખ્ય પ્રધાન તેમજ રાજકીય પક્ષોની રજુઆતોને, કોરોનાના વધી રહેલા કેસને ધ્યાને લઈને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂટણી ( Gandhinagar Municipal Corporation) હાલ પુરતી મૌકુફ રાખવાની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ ( State Election Commission) કરશે. 

  • Bipin Prajapati
  • Published On - 13:35 PM, 10 Apr 2021

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી, ( Gandhinagar Municipal Corporation ) કોરોનાને કારણે મૌકુફ રાખવા અંગે રાજ્ય ચૂંટણી પંચ ( State Election Commission ) આજે જાહેરાત કરી શકે છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મૌકુફ રાખવા માટે કોંગ્રેસ-ભાજપના પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ઉપરાંત રાજ્યના મુખ્યપ્રધાને પણ રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત કરી છે.

ગાંઘીનગર સહીત ગુજરાતમાં કોરોનાનો ( corona ) વધી રહેલા કહેરને ધ્યાને લઈને, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મૌકુફ રાખવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના અધ્યક્ષ અમિત ચાવડાએ કરેલી રજુઆત બાદ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ચૂંટણી મોકુફ રાખવા રજૂઆત કરી છે. તો આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે રાજ્ય ચૂંટણી પંચને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મૌકુફ રાખવા રજૂઆત કરી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ત્યારે જ પત્રકારોએ રાજ્ય ચૂંટણી પંંચના વડા સંજય પ્રસાદને કોરોનાકાળમાં ચૂંટણી કરવી કેટલી યોગ્ય તેવો સવાલ કર્યો હતો ? પરંતુ રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે ગાંધીનગરના મતદારો શિક્ષીત છે. કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરશે તેવો જવાબ આપીને પ્રશ્ન ઉડાવી દીધો હતો. હવે જ્યારે ચૂટણી આડે એક જ સપ્તાહ બાકી રહ્યું છે ત્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને ધ્યાને લઈને રાજ્ય ચૂંટણી પંચ હાલ પુરતી ચૂંટણી સ્થગિત કરી દેવાશે. કોરોનાની સ્થિતિ સામાન્ય બનતા જ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની જાહેરાત કરાશે.

હવે જ્યારે ભાજપના જ ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરતા કરતા કોરોના સંક્રમિત થયા છે. અને વિવિધ રાજકીય પક્ષોએ ગાંધીનગર મ્યુનિસિપિલ કોર્પોરેશનની ચૂંટણી મૌકુફ રાખવાની અપિલ કરતા, રાજ્ય ચૂંટણી પંચ આ અંગે પોતાના નિર્ણયને આજે સાંજે ફેરવી તોળશે. અને મુખ્ય પ્રધાન તેમજ રાજકીય પક્ષોની રજુઆત, કોરોનાના વધી રહેલા કેસને ધ્યાને લઈને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂટણી હાલ પુરતી મૌકુફ રાખવાની જાહેરાત કરશે.

જાણો શુ હતો ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ

તારીખ વિગત
27-03-2021 ચૂંટણીનુ જાહેરનામુ બહાર પાડવાની તારીખ
1-04-2021 ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ
3-042021 ભરાયેલા ઉમેદવારી પત્ર ચકાસવાની તારીખ
5-04-2021 ઉમેદવારી પત્ર પાછા ખેચવાનો છેલ્લો દિવસ
18-04-2021 મતદાન ( સવારના 7થી સાંજના 6 સુધી)
19-04-2021 જરૂર પડ્યે પુનઃમતદાન
20-04-2021 મતગણતરી