GANDHINAGAR : ઈન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોને રૂપિયા 5 હજાર પ્રોત્સાહનરૂપે આપવાની સરકારની જાહેરાત

GANDHINAGAR : ઈન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ ડૉક્ટર્સ માટે ખુશખબર છે. રાજ્ય સરકારે કોવિડમાં સેવાઓ આપનાર ઈન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ ડૉક્ટર્સને વધારાના 5 હજાર કોવિડ પ્રોત્સાહનરૂપે આપવાનું નક્કી કર્યું છે.

  • Tv9 Webdesk18
  • Published On - 19:17 PM, 16 Apr 2021

GANDHINAGAR : ઈન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ ડૉક્ટર્સ માટે ખુશખબર છે. રાજ્ય સરકારે કોવિડમાં સેવાઓ આપનાર ઈન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ ડૉક્ટર્સને વધારાના 5 હજાર કોવિડ પ્રોત્સાહનરૂપે આપવાનું નક્કી કર્યું છે. આ લાભ 30 જૂન 2021 સુધી મળશે. અગાઉ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડૉક્ટર્સનું સ્ટાઇપેન્ડ વધારીને રૂપિયા 13,000 કર્યું હતું. હવે કોવિડમાં સેવાઓ આપનાર તમામ ઇન્ટર્ન્સ અને રેસિડન્ટસ ડૉકટર્સને રૂપિયા 13,000ના સ્ટાયપેન્ડ ઉપરાંત 30મી જૂન, 2021 સુધી દર મહિને વધારાના રૂપિયા 5,000નું ખાસ કોવિડ પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં કોરોનાના આ સમયમાં મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ તથા અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટસ ડૉક્ટર્સ કોરોનાના દર્દીઓની સારી સેવા કરી રહ્યા છે. જેમને આ લાભ મળશે.