GANDHINAGAR : CMની જાહેરાત, કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાની સહાય અપાશે

GANDHINAGAR : રાજય સરકારે વાવાઝોડામાં મૃતકોના પરિવારજનો માટે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છેકે આ સહાય ભારત સરકારે જાહેર કરેલી 2 લાખની સહાય ઉપરાંત અપાશે.

| Updated on: May 19, 2021 | 7:49 PM

GANDHINAGAR : રાજય સરકારે વાવાઝોડામાં મૃતકોના પરિવારજનો માટે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છેકે આ સહાય ભારત સરકારે જાહેર કરેલી 2 લાખની સહાય ઉપરાંત અપાશે.આમ રાજ્યમાં વાવાઝોડાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના વારસદારોને કુલ 6 લાખની સહાય મળશે.

મુખ્યમંત્રી રૂપાણીએ એવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે આ તાઉ તે વાવાઝોડામાં ઇજા પામેલા લોકોને રાજ્ય સરકાર 50 હજારની સહાય આપશે.આ સહાય પણ પ્રધાન મંત્રીએ જાહેર કરેલી સહાય ઉપરાંત રાજ્ય સરકાર આપશે. એટલે કે આ વાવાઝોડાથી જેમને ઇજા થઇ છે તેવા ઇજાગ્રસ્તોને કુલ 1 લાખ ની સહાય અપાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં તાઉ તે વાવાઝોડાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની વિશદ ચર્ચા વિચારણા થઇ હતી. તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસન અને પૂર્વવત્ સ્થિતિ પ્રસ્થાપિત કરવા માર્ગ-મકાન-ઊર્જા સહિતના વિભાગોના સચિવોને આ અંગે તાકીદ કરવામાં આવી હતી.

આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકિમ,મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ,મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

Follow Us:
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
g clip-path="url(#clip0_868_265)">