વીડિયો: લીંબડી અમદાવાદ હાઈવે પર પૂર્વ CM વિજય રૂપાણીના કાફલાને નડ્યો અકસ્માત
સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો. પૂર્વ CM વિજય રૂપાણીની પોલીસ પાઈલોટ કાર સાથે બાઈકનો અકસ્માત થયો હતો. ચોરણીયા ગામના પાટીયા પાસે અકસ્માતની ઘટના બની હતી. પૂર્વ CM વિજય રૂપાણી ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કારનો અકસ્માત થયો હતો. જો કે અકસ્માતમાં કોઈનું મોત થયું નથી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પોલીસ પાઈલોટ કાર સાથે બાઈકનો અકસ્માત થયો હતો, જો કે અકસ્માતની જાણ પૂર્વ મુખ્યમંત્રીને થતા તેઓએ ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ ગયા હતા.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કારને અકસ્માત થયો તેવી જાણ થતા પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. મહત્વનું છે કે, આ અકસ્માતમાં કોઈ વધારે ઈજાગ્રસ્ત થયા નહોતા.
આ પણ વાંચો: વીડિયો: સુરેન્દ્રનગર જિલ્લામાં હાર્ટ એટેકથી હાહાકાર, 24 કલાકમાં 5 લોકોના મોત
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: SAJID BELIM)
Latest Videos