AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jugjugg Jeeyo Song: કિયારા અને વરુણની ફિલ્મનું 'ધ પંજાબન સોંગ' રિલીઝ, નીતુ-અનિલ કપૂર મસ્તીમાં કરી રહ્યા છે ડાન્સ

Jugjugg Jeeyo Song: કિયારા અને વરુણની ફિલ્મનું ‘ધ પંજાબન સોંગ’ રિલીઝ, નીતુ-અનિલ કપૂર મસ્તીમાં કરી રહ્યા છે ડાન્સ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 3:33 PM
Share

અનિલ કપૂર અને નીતુ કપૂરનો (Neetu Kapoor) અદભૂત ડાન્સ અને કેમિસ્ટ્રી પણ જોવા મળી રહી છે. આ પંજાબી ગ્રુવિંગ ડાન્સિંગ સોંગમાં વરુણ ધવન, કિયારા, નીતુ અને અનિલ કપૂર ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે.

જુગ જુગ જિયો (JUGJUGG JEEYO) નું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. પૈપી નંબર ‘ધ પંજાબન સોંગ’ (THE PUNJAABBAN SONG) એક શાનદાર ડાન્સ છે, જેમાં કિયારા અડવાણી (Kiara Adwani) અને વરુણ ધવન ધમાકેદાર ડાન્સ કરતા જોવા મળે છે. તો ત્યાં અનિલ કપૂર અને નીતુ કપૂરનો અદભૂત ડાન્સ અને કેમેસ્ટ્રી પણ જોવા મળી રહી છે. આ પંજાબી ગ્રુવિંગ ડાન્સિંગ સોંગમાં વરુણ ધવન, કિયારા, નીતુ અને અનિલ કપૂર ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે. જ્યારે તમે આ ગીત સાંભળશો ત્યારે એવું લાગશે કે તમે આ ગીત પહેલા સાંભળ્યું હશે, તો હા તમને જણાવી દઈએ કે, આ ‘નાચ પંજાબન’ ગીતનું રિમિક્સ છે. ગીતમાં અનિલ કપૂર, નીતુ, કિયારા અને વરુણ ધવન ઉપરાંત મનીષ પોલ અને પ્રાજક્તા કોલી પણ જોવા મળી રહ્યા છે.

કિયારા અડવાણી અને વરુણ ધવનની ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છે?

થોડા સમય પહેલા કરણ જોહરે આ ફિલ્મના સેટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસવીરોમાં કિયારા દુલ્હનના ગેટઅપમાં જોવા મળી હતી, જ્યારે વરુણ વરરાજા તરીકે જોવા મળ્યો હતો. આ લગ્નમાં નીતુ કપૂર, અનિલ કપૂર અને પ્રાજક્તા કોલી પણ જોવા મળ્યા હતા. આ તસવીરો શેર કરતી વખતે કરણે કહ્યું- ‘જુગ જુગ જિયો 24 જૂન, 2022ના રોજ સિનેમાઘરોમાં આવી રહ્યું છે. આવો અમારી સાથે પરિવારની ઉજવણી કરો.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે

તમને જણાવી દઈએ કે, ફિલ્મ જુગ જુગ જિયોનું ટ્રેલર રવિવારે એટલે કે 22 એપ્રિલે રિલીઝ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં ફિલ્મને લઈને એક વિવાદ સામે આવ્યો હતો. કરણ જોહરની ફિલ્મ જુગ જુગ જિયોની સ્ટોરી ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. આ પછી પાકિસ્તાન સાથે પણ આ ફિલ્મને લઈને વિવાદ થયો હતો. પાકિસ્તાની ગાયક અબરાર ઉલ હકે કરણ જોહર અને તેના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન પર ગીતની નકલ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે તેમણે ટ્વીટ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ દ્વારા અભિનેત્રી નીતુ કપૂર ફરી એકવાર પોતાની એક્ટિંગની ઇનિંગ શરૂ કરી રહી છે. ઋષિ કપૂરના નિધન બાદ તે પહેલીવાર ફિલ્મી પડદે જોવા મળશે. હાલમાં જ તેણે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થવા પર ફેન્સ સાથે એક પોસ્ટ શેર કરી હતી. ઘણા સેલેબ્સે તેના પર કોમેન્ટ કરી અને તેની ભાવનાની પ્રશંસા કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">