Breaking News : ગુજરાતમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખને પાર

Breaking News : ગુજરાતમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખને પાર

| Updated on: Apr 21, 2025 | 8:36 PM

રેકોર્ડ બ્રેક- સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો. ટ્રેડવોર અને સોનાની આક્રમક ખરીદીના લીધે ભાવમાં થયો જંગી ઉછાળો.

19 એપ્રિલે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1000 રૂપિયાથી વધારેનો વધારો નોંધાયો છે. બસ આ વધારો સતત વધતાં જ સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા. વાત એમ છે કે, સોનાના ભાવમાં આજે જંગી ઉછાડો થયો છે અને સોનું ઓલ ટાઈમ હાઇ પર પહોંચી ગયું છે. ટૂંકમાં કહીએ તો, 24 કેરેટ સોનું 1 લાખને પાર પહોંચી ગયું છે.

અમદાવાદ-રાજકોટમાં સોનાના ભાવે તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે અને ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. સોનાનો ભાવ વધવાનું મુખ્ય કારણ ટ્રેડવોર અને વિશ્વમાં થઈ રહેલી સોનાની આક્રમક ખરીદી છે.

બીજી બાજુ, ડોલરમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી સોનાના ભાવને વેગ મળી રહ્યો છે. સૂત્રો મુજબ જાણવા મળી રહ્યું છે કે, સોનાનો ભાવ ભવિષ્યમાં વધશે તેવી શક્યતાઓ છે.

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Published on: Apr 21, 2025 08:34 PM