આ મહિલાઓએ ‘પિયા તુ અબ તો આજા’ ગીત પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ વાયરલ વિડીયો

એક ડાંસનો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બે મહિલાઓ સાડી પહેરીને નૃત્ય કરતી જોવા મળી રહી છે.

આ મહિલાઓએ 'પિયા તુ અબ તો આજા' ગીત પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ વાયરલ વિડીયો
Viral Video

બે વૃદ્ધ મહિલાઓ દ્વારા કરવામાં આવેલા જોરદાર ડાંસનો વિડીયો ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓને જોતાં તે સાબિત થાય છે કે ઉંમર માત્ર એક આંકડો છે. આ સોંગ વર્ષ 1971માં આશા ભોંસલે એ ગાયું છે. ગીતના શબ્દો છે “પિયા તું અબ તો આજા”. આ ગીતનો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બે મહિલાઓ સાડી પહેરીને નૃત્ય કરતી જોવા મળી રહી છે.

વિડીયોમાં મહિલાઓ દુનિયાની પરવા કર્યા વિના હૃદયમાંથી નીકળેલી ભાવનાઓને નૃત્ય સ્વરૂપે વ્યક્ત કરી રહી છે. પાછળથી, એક વ્યક્તિ પણ આવે છે અને તેમની સાથે નૃત્ય કરવાનું શરૂ કરે છે. આ વિડીયો વર્ષ 2020 નો છે. અને વિડીયોમાં પસાર થઇ રહેલી રીક્ષા જોઈને લાગે છે કે આ વીડિયો મુંબઈનો છે. નેટીઝન આ વિડિઓથી ખૂબ પ્રભાવિત થયા છે અને બંને મહિલાઓની પ્રશંસા કરી રહ્યા છે.

આ મહિલાઓના ડાન્સ વીડિયોએ કોવિડ સિચ્યુએશનમાં વધી ગયેલા ટેન્સનને ઘટાડે એમ છે. લોકો આ વિડિઓ જોઈને અનુભવી રહ્યાં છે કે શેરીમાં રહેતા લોકો પાસે કંઈ નથી હોવા છતાં ખુબ ખુશ છે. તેમને નાની નાની વસ્તુઓમાં ખુશી મળે છે. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઝડપથી શેર કરી રહ્યાં છે અને મહિલાઓના આ ઉત્સાહને પસંદ કરી રહ્યા છે.

આ ડાન્સનું ગીત કારવાં ફિલ્મનો છે જેમાં જીતેન્દ્ર અને આશા પારેખ મુખ્ય ભૂમિકામાં છે. આ અગાઉ ‘હસ્તા હુઆ નૂરાની ચહેરા’ પર પણ એક વૃદ્ધ મહિલાનો નૃત્યનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયો દરમ્યાન, મહિલા એક પરફેક્ટ ટ્રેન્ડ ડાન્સરની જેમ ડાન્સ કરતી જોવા મળી હતી. કોરોનાના આ યુગના પગલે, લોકો આવા સકારાત્મક વિડિઓઝ શેર કરીને સકારાત્મકતા ફેલાવી રહ્યાં છે.

 

આ પણ વાંચો: કપિલ શર્માના શોમાં માત્ર હસાવવા માટે અર્ચના પૂરણ સિંહને મળે છે જોરદાર રકમ, સાંભળીને આશ્ચર્ય થશે

આ પણ વાંચો:  ખરેખર ગાયનું છાણ અને-ગૌમૂત્ર બચાવે છે કોરોનાથી? જાણો શું કહેવું છે ડોક્ટર્સનું