દિલ્હીમાં બેઠકનો ધમધમાટ, અમિત શાહે ગૃહ વિભાગની બોલાવી બેઠક, બોમ્બ બ્લાસ્ટની તપાસ સોંપાઈ NIA ને
ગૃહ મંત્રાલયે દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપી દીધી છે. ઘટનાની ગંભીરતા અને સંભવિત આતંકવાદી જોડાણને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે ગઈકાલ સોમવારે સાંજે કારમાં થયેલા બ્લાસ્ટ બાદ, આજે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કાર વિસ્ફોટ બાદ હાથ ધરાયેલ તપાસની સમિક્ષા કરવામાં આવી હતી. આ બેઠક બાદ, ગૃહ મંત્રાલયે દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપી દીધી છે.
ઘટનાની ગંભીરતા અને સંભવિત આતંકવાદી જોડાણને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. NIA હવે વિસ્ફોટની સંપૂર્ણ તપાસ કરી રહી છે, શંકાસ્પદોના નેટવર્કને શોધી રહી છે અને જવાબદારોને પકડી રહી છે. દિલ્હીમાં બનેલી ઘટના બાદ, ઉત્તર પ્રદેશના તમામ મુખ્ય ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારવા માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી.
દિલ્હીમાં થયેલ કાર બ્લાસ્ટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.

