Super Soldier : શું ચીન તેમના સૈનિકોના DNAમાં ફેરફાર કરી રહ્યું છે, વિશ્વ માટે સૌથી મોટો ખતરો છે

આંતરરાષ્ટ્રીય મીડિયામાં આ વાત ઘણી વખત સામે આવી છે કે, ચીન ઉંદરો સહિત અનેક પ્રાણીઓના ડીએનએ ગુપ્ત રીતે બદલી નાંખે છે અને તેમના પર પ્રયોગો કરે છે.અમેરિકા ((America))ની ગુપ્તચર એજન્સીના જણાવ્યા અનુસાર હવે ચીન મનુષ્યમાં પણ જેનેટિક પરિવર્તન લાવી રહ્યું છે.

  • Updated On - 7:04 pm, Wed, 21 July 21 Edited By: Nirupa Duva

Super Soldier : શું ચીન ખરેખર સુપર સૈનિકો તૈયાર કરી રહ્યું છે ? માર્વેલના કેપ્ટન અમેરિકા (America)વિશે તમે બધા જાણતા જ હશો.ફિલ્મમાં સામાન્ય સૈનિકને ‘સુપર સોલ્જર’ બનાવવામાં આવે છે. તેવી જ રીતે કેટલાક અહેવાલોએ દાવો કર્યો છે કે ચીનના કેપ્ટન અમેરિકા’ નું પોતાનું વર્ઝન બનાવવામાં વ્યસ્ત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચીન તેના સૈનિકો (Soldiers)ના DNA બદલી રહ્યું છે અને તેમને વધુ શક્તિશાળી અને મજબૂત બનાવવા માટે પ્રયોગો કરી રહ્યું છે.

ચીનનો હેતુ શું છે ?

અમેરિકા (America)ની નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટર જ્હોન રેટક્લિફે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો કે, ચીન તેની પીપલ્સ લિબરેશન આર્મીના જવાનો પર બાયોલૉજિકલ પ્રયોગો કરીને સુપર માનવ બનાવવા માટે કામ કરી રહ્યું છે. ચીનનો હેતુ આખી દુનિયાને કબજે કરવાનો છે. ગત્ત વર્ષે બે અમેરિકન સંશોધનકારોએ તેમના સંશોધનમાં લખ્યું હતું કે, ચાઇના હાલમાં યુદ્ધના મેદાનમાં બાયો-ટેકનોલોજી (Bio-technology)નો ઉપયોગ કરવા પર કામ કરી રહ્યું છે.

 

તે સામાન્ય માનવો કરતા વધુ મજબૂત બનાવવા માટે માનવ કોષોમાં જનીન સંપાદન તકનીકનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેનાથી સૈનિકો (Soldiers)ના ઘા ઝડપથી મટાડવાનું શરૂ કરશે અને તે ઓછા ડોઝથી લાંબા સમય સુધી લડવામાં સક્ષમ બનશે. વૉલ સ્ટ્રીટ જર્નલમાં તેમના એક લેખ દ્વારા માહિતી આપતા, રેટક્લિફે ચીનને અમેરિકા સહિત સમગ્ર વિશ્વ માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે.

આંતરરાષ્ટ્રીય મીડિયામાં આ વાત ઘણી વખત સામે આવી છે કે, ચીન ઉંદરો સહિત અનેક પ્રાણીઓના ડીએનએ ગુપ્ત રીતે બદલી નાંખે છે અને તેમના પર પ્રયોગો કરે છે.અમેરિકા ((America))ની ગુપ્તચર એજન્સીના જણાવ્યા અનુસાર હવે ચીન મનુષ્યમાં પણ જેનેટિક પરિવર્તન લાવી રહ્યું છે.

કેવી રીતે તૈયાર કરવામાં આવે છે ‘સુપર સૈનિકો’ ?

ચીન (China) તેના સૈનિકો (Soldiers)પર બાયોજિકલ છેડછાડ કરી રહી છે તે પ્રક્રિયાને સીઆરઆઈએસપીઆર , ક્લસ્ટરડ રેગ્યુલરી ઈન્ટરસ્પેડ શોર્ટ પેલિન્ડ્રોમિક રિપેટ નામથી જાણીતું છે. આ ડીએનએ સ્ટ્રક્ચર છે જે બેક્ટેરિયા (Bacteria)માં જોવા મળે છે. હાલમાં તેનો ઉપયોગ રોગોથી બચવા માટે થતો હતો. આ તકનીકનો ઉપયોગ પાકની સારી જાતો તૈયાર કરવામાં પણ થાય છે. જીન એડિટિંગની આ ટેકનીક વિશે, વૈજ્ઞાનિકો ભયભીત હતા કે, પાછળથી કોઈ દેશ આ પ્રયોગ માણસો પર પણ કરી શકે છે. આ ડર ચીનના કિસ્સામાં સાચો સાબિત થતો હોય તેવું લાગે છે.

કેવી રીતે કામ કરે છે ટેકનોલોજી ?

જે રીતે પ્રાણીઓનું મિક્ષ કરીને એક નવું પ્રાણી તૈયાર કરવામાં આવે છે, આ ટેકનોલોજી પણ તે જ રીતે કાર્ય કરે છે. ડીએનએ સાથે ચેડાં કરીને સૈનિકમાં દયા અથવા સંવેદનશીલતા દૂર કરી શકાય છે. આવી સ્થિતિમાં, યુદ્ધની પરિસ્થિતિઓમાં, તેઓ ખૂબ ક્રૂર બનશે અને લોકોને નિર્દયતાથી મારી નાખશે. એવું માનવામાં આવે છે કે, જો આ પ્રયોગ સફળ થાય છે, તો પછી ચીની સૈનિકો સમગ્ર વિશ્વના પ્રશિક્ષિત સૈનિકો પર ભારે પડશે.

સંભાવના છે કે, જો નાના બાળકોનું જીન એડિટિંગ કરવામાં આવે તો તેઓ સુપર સૈનિક તરીકે તૈયાર થઈ શકે છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, જેનેટિક ફેરફારો સૈનિકોના શરીરમાં અન્ય ખતરનાક ફેરફારો પણ જોવા મળશે.

શું બીજો કોઈ દેશ પણ તૈયારી કરી રહ્યો છે ?

ચીન (China) સિવાય પણ ઘણા દેશો સુપર સૈનિક બનાવવાની આ ટેકનીક પ્રાપ્ત કરવામાં રસ ધરાવે છે. વિશ્વના દેશો સુપર સૈનિક બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Barack Obama)એ 2014માં સુપર સોલ્જર વિશે કહ્યું હતું કે, અમેરિકા હવે ‘આયર્ન મેન’ બનાવવા જઈ રહ્યું છે. અમેરિકા રક્ષણાત્મક સુટ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

જેનાથી દુશ્મનની બુલેટને રોકી શકાય. પરંતુ આ પ્રયોગ 5 વર્ષ બાદ બંધ કરવામાં આવ્યો હતો. 2017માં, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) ચેતવણી આપી હતી કે, માણસો ખૂબ જ જલ્દી અણુ બોમ્બ કરતાં પણ વધુ ખતરનાક વસ્તુ બનાવી શકે છે. એક એવો સૌનિક તૈયાર કરી શકે છે જે ડર,ભય, દુખ,અફસોસ અને દર્દ વગર પણ લડી શકે છે.

ચીનની પ્રતિક્રિયા શું છે?

ચીને (China) આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ તેના આંતરિક દસ્તાવેજોની ઘણી વાર તેની ઝલક મળી છે. સીઆરઆઈએસપીઆર-કાસ ટેક્નોલજી વિશે ચીનના સંરક્ષણ વિભાગનો દસ્તાવેજ ભુલથી મીડિયામાં પ્રકાશિત થયો હતો. જેમાં ચીને પોતે જ સ્વીકાર્યું હતું કે, તેઓ 2016 થી જનીન-સંપાદન પર કામ કરી રહ્યા છે, જેથી સૈનિકોની તાકાત વધે.

આ કેસમાં ચીન (China)ના વૈજ્ઞાનિક હી જિઆનકુઈનું નામ સામે આવ્યું છે. વૈજ્ઞાનિકે (scientist) વર્ષ 2018માં જોડિયા બાળકો સાથે આ બાયોલોજીકલ પ્રયોગ કર્યો હતો.રમતગમત ઉદ્યોગમાં પણ ચીન પર શંકાસ્પદ આરોપો લગાવવામાં આવ્યા છે. તેમના 2005ના પુસ્તકમાં પત્રકાર (Journalist)બ્રુક લાર્મેરે દાવો કર્યો હતો કે, ચીનના સૌથી પ્રખ્યાત બાસ્કેટબોલ ખેલાડી (Basketball player) યાઓ મિંગે વર્ષોથી વિશેષ શારીરિક ઉપચાર કરાવ્યો હતો.

આ પણ વાંચો :  Lifestyle : લગ્ન પછી દુલ્હનના મનમાં આવે છે આ સવાલો, આ વાંચી તમને પણ યાદ આવશે તમારા દિવસો