GST ઘટાડાનો જાદુ ! આ વર્ષે વેચાણનો આંકડો પહોંચ્યો રૂ. 6.05 લાખ કરોડે
દિવાળી પર વેચાણના તમામ રેકોર્ડ તુટી ગયા છે. લોકોએ રેકોર્ડ બ્રેક ખરીદી કરી છે. CAITના અહેવાલ મુજબ આ વર્ષે દિવાળીનું વેચાણ કુલ ₹6.05 લાખ કરોડે પહોંચ્યું છે, જે ગત વર્ષ કરતા 40 ટકા વધારે છે. આ ખરીદી અર્થવ્યવસ્થા માટે મોટી છલાંગ સમાન છે.
દિવાળી પર વેચાણના તમામ રેકોર્ડ તુટી ગયા છે. લોકોએ રેકોર્ડ બ્રેક ખરીદી કરી છે. CAITના અહેવાલ મુજબ આ વર્ષે દિવાળીનું વેચાણ કુલ ₹6.05 લાખ કરોડે પહોંચ્યું છે, જે ગત વર્ષ કરતા 40 ટકા વધારે છે. આ ખરીદી અર્થવ્યવસ્થા માટે મોટી છલાંગ સમાન છે.
દિવાળીમાં ભારતીયો એ ધૂમ ખરીદી કરી છે. દિવાળી 2025 એ ભારતીય બજારોમાં ખરીદી વેચાણમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. દેશભરના વેપાર સંગઠનો અનુસાર, આ વર્ષે દિવાળીના વેચાણે સર્વકાલીન રેકોર્ડ તોડી નાખ્યા છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના અહેવાલ મુજબ આ વર્ષે દિવાળીનું વેચાણ કુલ 6 લાખ કરોડને વટાવી ચૂક્યું છે. જેમાં 5.40 લાખ કરોડના માલ અને 65,000 કરોડની સર્વિસ સેવાઓનો સમાવેશ થાય છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીમાં લગભગ 40% વધુ છે.
CAITના સર્વે મુજબ, આ વર્ષે વેચાણમાં પરંપરાગત બજારો અને નાના વ્યવસાયોનો ફાળો 85% રહ્યો છે. આનો અર્થ એ થયો કે દેશના રિટેલ અર્થતંત્રમાં સ્થાનિક બજારોની મજબૂતાઈ ફરી એકવાર દર્શાવવામાં આવી છે. કરિયાણા, કપડાં, ગિફ્ટ આઈટમ, ઇલેક્ટ્રોનિક્સ, સોનાના દાગીના અને મીઠાઈઓ જેવી ચીજોનું વેચાણ મજબૂત રહ્યું. નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ખરીદીમાં વધારો જોવા મળ્યો. CAITના રાષ્ટ્રીય પ્રમુખ મુજબ આ વર્ષે પેકેજિંગ, હોસ્પિટાલિટી, ટ્રાવેલ, કેબ સેવાઓ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ડિલિવરી સેક્ટરોએ આશરે ₹65,000 કરોડનો બિજનેસ કર્યો છે. આ સમયગાળા દરમિયાન આશરે 5 મિલિયન કામચલાઉ નોકરીઓનું સર્જન થયું છે, જેનાથી રોજગારમાં વધારો થયો છે.
CAITના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 72% વેપારીઓએ વેચાણમાં વધારો થવાનું કારણ GST દરમાં ઘટાડો ગણાવ્યો હતો. દૈનિક જીવનજરૂરી ચીજવસ્તુઓ, ફૂટવેર, કપડાં, મીઠાઈઓ અને ઘર સજાવટ જેવી વસ્તુઓ પર ઓછા કરવેરાથી ગ્રાહકો વધુ ખર્ચ કરવા માટે પ્રોત્સાહિત થયા. ગ્રાહકોએ એ પણ સ્વીકાર્યું કે આ વખતે કિંમતો સ્થિર રહી છે, જેના કારણે ખરીદીનો વિશ્વાસ વધ્યો છે.
CAITને અપેક્ષા છે કે દિવાળી પછી પણ આ સકારાત્મક ભાવના ચાલુ રહેશે. શિયાળા અને લગ્નની સિઝન દરમિયાન બજારમાં ખરીદીનો વેગ ચાલુ રહેવાની અપેક્ષા છે. આ દિવાળીની સફળતાએ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે ભારતીય બજારોમાં ગ્રાહકોનો વિશ્વાસ પાછો ફર્યો છે, અને સ્થાનિક વ્યવસાયો ફરી એકવાર તેમની ગતિશીલતા બતાવી રહ્યા છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
