Breaking News : વિપક્ષને પીએમ મોદીની ઓફર, લોકસભામાં 33 ટકા મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો, સરકારી ખર્ચે છાપામાં ફોટા છપાવો

Breaking News : વિપક્ષને પીએમ મોદીની ઓફર, લોકસભામાં 33 ટકા મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો, સરકારી ખર્ચે છાપામાં ફોટા છપાવો

| Edited By: | Updated on: Apr 16, 2026 | 5:11 PM

લોકસભાના આજથી શરુ થયેલા ત્રિદિવસીય વિશેષ સત્રમાં પહેલા દિવસે, મોદી સરકાર દ્વારા મહિલાઓને 33 ટકા અનામત આપતું બિલ લોકસભામા રજૂ કરવામાં આવ્યુમં હતું. આ બિલ પરની ચર્ચામાં ભાગ લેતા વડાપ્રધાન મોદીએ, વિપક્ષને અપીલ કરી હતી કે, મહિલાઓને 33 ટકા અનામત આપતા બિલને પસાર કરવામાં મદદ કરે.

લોકસભાના આજથી શરુ થયેલા ત્રિદિવસીય વિશેષ સત્રમાં પહેલા દિવસે, મોદી સરકાર દ્વારા મહિલાઓને 33 ટકા અનામત આપતું બિલ લોકસભામા રજૂ કરવામાં આવ્યુમં હતું. આ બિલ પરની ચર્ચામાં ભાગ લેતા વડાપ્રધાન મોદીએ, વિપક્ષને અપીલ કરી હતી કે, મહિલાઓને 33 ટકા અનામત આપતા બિલને પસાર કરવામાં મદદ કરે. આ બિલ પસાર કરવાની ક્રેડિટ મારે પોતાને નથી જોઈતી. જો બિલ આજે પસાર કરવામાં આવશે તો આવતીકાલે અખબારોમાં ફોટા સાથે જાહેરખબર છપવીને, બિલ પસાર કર્યાની સંપૂર્ણ ક્રેડિટ તમને આપવામાં આવશે.

મોદીએ ગૃહમાં વિપક્ષને ટકોર કરતા એવું પણ કહ્યું કે, જો તમે આનો વિરોધ કરશો, તો તેનો રાજકીય લાભ મને મળશે. જો તમે બિલનો વિરોધ નહીં કરો, તો કોઈને તેનો રાજકીય ફાયદો નહીં થાય. અમે બિલ પસાર કરાવ્યાની ક્રેડિટ માંગતા નથી. તમે (વિપક્ષ) ક્રેડિટ લો. કાલે, અમે તમારા ફોટોગ્રાફ્સ સરકારી ખર્ચે અખબારોમાં પણ છપાવીશું. આગળ વધો અને ક્રેડિટ લો.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓને 33 ટકા અનામત આપવાના આ બિલમાં કોઈપણ રાજ્ય સામે કોઈ ભેદભાવનો સમાવેશ થતો નથી. તેમણે ભાર મૂક્યો હતો કે, રાષ્ટ્રીય વિકાસની ગતિને વેગ આપવા માટે મહિલાઓની ભાગીદારી આવશ્યક છે.

મતવિસ્તારનું નવું સીમાંકન : જાણો ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન સહીત કયાં રાજ્યમાં કેટલી બેઠકો વધી શકે છે ?

Follow Us