Breaking News : ક્રિકેટ સટ્ટા બેટિંગમાં કાલોલના કોર્પોરેટરના પતિનું નામ સામે આવ્યું, જુઓ વીડિયો
ક્રિકેટ મેચ ચાલું હોય કે,આઈપીએલની સીઝન રમાતી હોય ક્રિકેટમાં જાણે સટ્ટા બજારની મૌસમ ખુલી જાય છે. જેની સામે પોલીસ અવાર-નવાર રેડ પાડી કાર્યવાહી કરતી હોય છે. ત્યારે હાલમાં 2024માં ક્રિકેટ સટ્ટા બેટિંગમાં કાલોલનું કનેક્શન સામે આવ્યું છે.
IPL કે અન્ય ક્રિકેટ મેચો પર સટ્ટો (બેટિંગ) રમાડતા બુકીઓ સામે પોલીસ દ્વારા અવાર-નવાર રેડ પાડવામાં આવે છે. ત્યારે પંચમહાલના ગોધરામાં વર્ષ 2024માં ક્રિકેટ સટ્ટા બેટિંગમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. ત્યારે આજે વર્ષો પછી આ ઘટનામાં કાલોલ કનેકશન બહાર આવ્યું છે. ગોધરા ખાતે વિજિલન્સ ની રેડ દરમ્યાન કાલોલના તુષાર દિનેશ શાહ નું નામ બહાર આવ્યું છે, તમને જણાવી દઈએ કે, તુષાર શાહ કાલોલ નગર પાલિકાના માજી ઉપપ્રમુખ અને હાલના કોર્પોરેટરના પતિ છે.રેડ દરમિયાન ક્રિકેટ સટ્ટા બેટિંગમાં જિલ્લામાં અનેક લોકોના નામ ખુલ્યા હતા.
તુષાર શાહની ક્રિકેટ સટ્ટા બેટિંગમાં સંડોવણી આવતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.બાતમીના આધારે એસઓજી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
હાલ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે વધુ કાર્યવાહી હાથધરાઈ છે.
ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો
Follow Us