Breaking News : ગુજરાતીઓ સાવધાન! 149 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટશે? અંબાલાલ પટેલની ભયાનક આગાહી, જુઓ Video

| Updated on: Apr 23, 2026 | 11:16 AM

અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ગરમીનો 149 વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે. 24 એપ્રિલ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં 42 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે, જ્યારે મે મહિનાની શરૂઆતમાં માવઠાની પણ શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ગરમીને લઇને ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ, રાજ્યમાં ગરમીનો પારો 149 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. 24 એપ્રિલ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવો અનુભવ થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે, જે ગુજરાતીઓની ચિંતામાં વધારો કરશે.

રાજ્યમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર જવાની શક્યતા છે. ખાસ કરીને, ઉત્તર ગુજરાતના ભાગોમાં, પંચમહાલ, પાટણ, સમી, હારીજ, સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. આ ઉપરાંત, ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચવાની સંભાવના છે. જ્યારે કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વધુમાં અંબાલાલ પટેલે મે મહિનાની શરૂઆતમાં માવઠાની પણ આગાહી કરી છે. હાલ રાત્રિના સમયે ઠંડા પવનો ફૂંકાતા હોય તેવો અનુભવ થઇ રહ્યો છે, પરંતુ 24 એપ્રિલથી ગરમીમાં ધીમે ધીમે વધારો થશે અને તેનો પ્રકોપ રાજ્યભરમાં અનુભવાશે. આ ઉનાળો અકરાવનારો અને આકરો સાબિત થશે તેવી શક્યતા છે.

જાહેર મંચ કે ગાળાગાળીનું મંચ? Gopal Italia ના નિવેદન પર ઉઠ્યા ગંભીર સવાલો આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us