Breaking News : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જગતના તાત સાથે છેતરપિંડી આચરતું મોટું કૌભાંડ ઝડપાયું, જુઓ Video

| Edited By: | Updated on: Jun 01, 2026 | 12:55 PM

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જગતના તાત સાથે છેતરપિંડી આચરતા નું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લાના ધરતીપુત્રોને છેતરીને ભેળસેળયુક્ત અને એક્સપાયરી વાળી એગ્રો પ્રોડક્ટ્સ વેંચતા તત્વો સામે એસ.ઓ.જી. પોલીસે પર્દાફાશ કર્યો છે.

​દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના અને એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણા તેમજ પીએસઆઈ ડી.એ. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસે જામ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે આવેલા ‘ગુરુકૃપા કૃષી કેન્દ્ર’ પર બાતમીના આધારે દરોડો પાડ્યો હતો દુકાન દાર પોતાના આર્થિક લાભ ખાતર ખેડૂતોના લાખો રૂપિયાના પાક સાથે ખીલવાડ કરતા બે સંચાલકો સામે SOG પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

SOG પોલીસ ની ટીમ જામ કલ્યાણપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ASI વિરેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વિજયસિંહ અને પબુભાઈ માયાણીને એક ચોક્કસ ખાનગી બાતમી મળી હતી. કે કૃષિક્ષેત્રે વપરાતી અનેક દવાઓ એક્સ્પ્રાઇરી વાળી વેંચાય છે. જેની SOG પોલીસે ખરાઇ કરી નાયબ ખેતી અધિકારીને સાથે રાખીને જામ રાવલ ગામે અડવાણા રોડ પર આવેલા ‘ગુરૂકૃપા કૃષી કેન્દ્ર’માં અચાનક દરોડો પાડ્યો હતો.​

પોલીસ દ્વારા સ્થળે દુકાન માલિક માલદે ઠેબાભાઇ ઓડેદરા (ઉંમર 46) અને દિનેશ માલદેભાઇ ઓડેદરા (ઉંમર 24) તેમના એગ્રો સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.જ્યારે ખેતીવાડી અધિકારી અને પોલીસે આ એગ્રો સેન્ટરમાં તપાસ કરી, ત્યારે હોશ ઉડી જાય તેવી વિગતો સામે આવી હતી.

એક્સપાયરી ડેટ વાળી શંકાસ્પદ રાસાયણિક દવા

દુકાનમાંથી કોઈપણ પ્રકારના સ્ટીકર, કંપનીનું નામ, મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ વાળી શંકાસ્પદ રાસાયણિક દવાની 32 બોટલો મળી આવી હતી, જેના વિશે સંચાલકો પાસે કોઈ જવાબ નહોતો. આ ઉપરાંત, જેની Expiry Date પૂર્ણ થઈ ગઈ હતી. તેવી 50 જેટલી દવા, ખાતર અને બિયારણનો જથ્થો પણ વેચાણ માટે રાખવામાં આવ્યો હતો, જે ખેડૂતોના મહામુલા પાકને નુકસાન કરી શકે તેમ હોય. અને એટલું જ નહીં, જેના છૂટક વેચાણ પર સખ્ત પ્રતિબંધ હોય તેવી બિયારણના પટ માટેની ‘વેટાવેક્સ’ દવા પણ આ સંચાલકો ઊંચા નફાની લાલચમાં ખેડૂતોને બોટલોમાં ભરી ભરીને ગેરકાયદેસર વેંચતા હતા. દુકાનની નીચે આવેલા ગોડાઉનની તપાસ કરતા NPK ખાતરની 135 બોરીઓ મળી આવી હતી,જેના સ્ટોક રજીસ્ટર અને વેંચાણના આંકડામાં મોટો તફાવત જોવા મળ્યો હતો,

ખાતરનો શંકાસ્પદ જથ્થો

પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા 5 લાખ 29 હજાર 320 રૂપિયા ની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો ​કોઈપણ વિગત વગરની 32 રાસાયણિક દવાની બોટલો કિંમત રૂ. 11 હજાર 620, રૂપિયાની એક્સપાયરી ડેટ વાળી તેમજ અલગ અલગ 50 (દવા/બિયારણ/ખાતર) ની 3 લાખ 89 હજાર 450 રૂપિયા ની,પ્રોડક્ટ નાશ કરવાની તજવીજ હાથ ધરાઈએન.પી.કે. ખાતરનો શંકાસ્પદ જથ્થો (135 બોરી) કિંમત રૂ. 1 લાખ 28 હજાર 250 રૂપિયા ની કિંમત નો સ્ટોક સ્થગિત કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે ખેતી અધિકારી દ્વારા કાયદેસરની નોટિસ ફટકારી, એક્સપાયરી ડેટ વાળા જથ્થાને નાશ કરવાની અને ખાતરના જથ્થાને સ્થગિત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જગતના તાત સાથે આટલું મોટું કૌભાંડ આચરનારા આ તત્વો સામે SOG પોલીસની આ કડક કાર્યવાહીથી પંથકના લેભાગુ એગ્રો સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

 

ગુજરાત રાજ્યના પશ્ચિમે આવેલ દેવભૂમિ દ્વારકા એ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ કરવામાં આવી છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.