Breaking News : વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, આરોગ્ય વિભાગે ફટકાર્યો દંડ, જુઓ Video

| Edited By: | Updated on: May 14, 2026 | 2:19 PM

વડોદરાની ‘મિસ્ટર પફ’ બેકરીમાં કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો છે. આ મામલે ખાદ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. અધિકારીઓએ ‘મિસ્ટર પફ’ બેકરીમાં તપાસ હાથ ધરી છે. બેકરીને 10 હજારનો દંડ ફટકારી દુકાન બંધ કરાવી છે.

તમે અનેક વખત સાંભળ્યું હશે કે, રેસ્ટોરન્ટ કે મોટી હોટલના ફુડમાંથી જીવાતો નીકળી છે. આવી ઘટનાઓ અનેક વખત સામે આવ્યા બાદ પણ લોકો હોટલમાં ખાવાનો મોહ છોડતા નથી. ત્યારે આજે ફરી એક આવી જ ઘટના સામે આવી છે. જેના વિશે સાંભળી તમે બેકરીની વાનગીઓ ખાવાનું છોડી દેશો. હા વડોદરાની એક બેકરીમાં મરેલા ઉંદરનો વીડિયો સામે આવ્યો છે. લોકો જન્મદિવસ કે પછી એનિવર્સિરીની ઉજવણી માટે કેકનો ઓર્ડર આપતા હોય છે. પરંતુ જે કેક તે સેલિબ્રેશન માટે ખાય છે, તે કેટલી અનહાઇજેનિક છે, તેનો વીડિયો પણ વાયરલ થયો છે.

કેકનાં કાઉન્ટરમાં મરેલો ઉંદર જોવા મળ્યો

વડોદરાની જાણીતી પફ આઉટલેટ ‘મિસ્ટર પફ’ ની મોટી બેદરકારી સામે આવી છે.ખંડેરાવ માર્કેટ પાસેની જાણીતી બેકરીમાં મરેલો ઉંદર જોવા મળ્યો છે. મિ.પફમાં કેકનાં કાઉન્ટરમાં મરેલો ઉંદર જોવા મળ્યો હતો. કેક કાઉન્ટરમાં મરેલો ઉંદર હોવાનો ગ્રાહકે લાઈવ વીડિયો બનાવ્યો હતો.આ વિડિયો વાયરલ થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતુ. વહીવટીતંત્રએ દુકાન બંધ કરાવી 10 હજારનો દંડ ફટકાર્યો છે. કેક સહિત તમામ ખાદ્ય સામગ્રીનો નાશ કરાવવામાં આવ્યો છે. વહીવટીતંત્રએ માત્ર 10 હજારનો દંડ વસૂલીને માન્યો સંતોષ છે. તંત્રની કડક કાર્યવાહીના અભાવે બેદરકારીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.

 

વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us