Breaking News : પેરોલ પર છુટ્યા બાદ હિન્દી-ગુજરાતી મુવીઝમાં એક્ટિંગ કરતો હતો હત્યાનો ફરાર આરોપી, 12 વર્ષ બાદ ઝડપાયો, જુઓ Video

| Edited By: | Updated on: May 21, 2026 | 12:38 PM

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા 12 વર્ષ થી પેરોલ પર રહેલા આરોપીની ધરપકડ કરી છે.છેલ્લા 12 વર્ષમાં નામ બદલી એક્ટિંગ નું કામ કરી રહ્યા હતો, 20 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.

એક એવા સમાચાર સામે આવ્યા છે કે, તેમાં વ્યક્તિને આરોપી કહેવા કે ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા. તો ચાલો જોઈએ આ સમગ્ર ઘટના શું છે. 2005માં એક આરોપી હેમંત મોદીને હત્યાના કેસમાં જેલની સજા થઈ હતી. વર્ષ 2014માં 30 દિવસની પેરોલ પર છુટ્યો હતો.આ પેરોલનો પુરેપુરો લાભ લઈ હેમંત મોદી ફરાર થયો હતો. ત્યાર બાદ તે હિન્દી અને ગુજરાતી ફિલ્મો, નાટકો અને વેબ સિરીઝમાં કરતો કામ કરતો હતો.

આટલું જ નહી તે છેલ્લા 12 વર્ષથી ફરાર હતો. નામ બદલીને 12 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. તેેણે યશરાજની ફિલ્મ્સમાં પણ કામ કરેલુ છે. આટલી મુવીઝમાં કામ કરવા છતા તે આટલા સમયથી પોલીસના હાથે લાગ્યો ન હતો.  અંતે લાંબી એક્ટિંગ ચાલી નહી અને પોલીસના હાથે ઝડપાયો છે.

શું છે સમગ્ર ઘટના?

પહેલા તો 2005માં હત્યાના કેસમાં જેલની સજા થઈ. 2014માં 30 દિવસની પેરોલ રજા મળી હતી. પેરોલ રજા મળતા કેદી હેમંત મોદી પેરોલ લઈ ફરાર થયો હતો. હિન્દી,ગુજરાતી મૂવી અને વેબ સિરીઝ માં કામ કરી રહ્યો હતો.સપોર્ટિંગ એક્ટર અને અલગ અલગ નાટકો માં કામ કરી રહ્યો હતો. હાલમાં 20 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.

 

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે.  અહી ક્લિક કરો

Follow Us