ભાજપના ચાણક્ય અમિત શાહનો કોલકત્તામાં હુંકાર, કહ્યું- 2026માં ભાજપ ઈન – મમતા આઉટ, જાણો કયાં કયાં મુદા ચૂંટણીમાં રહેશે હાવી

ભાજપના ચાણક્ય અમિત શાહનો કોલકત્તામાં હુંકાર, કહ્યું- 2026માં ભાજપ ઈન – મમતા આઉટ, જાણો કયાં કયાં મુદા ચૂંટણીમાં રહેશે હાવી

| Edited By: | Updated on: Dec 30, 2025 | 2:24 PM

ગૃહમંત્રી અમિત શાહે, આજે મંગળવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે 2014થી 2025 સુધીમાં યોજાયેલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપને પશ્ચિમ બંગાળમાં મળેલા મત અને બેઠકોના આંકડા ટાંકિને કહ્યું કે, એપ્રિલ 2026માં ભાજપની સરકાર પશ્ચિમ બંગાળમાં હશે. અમિત શાહે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કયાં કયાં મુદ્દાઓ હાવી રહેશે તેનો પણ આછેરો ઉલ્લેખ કર્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે, આજે મંગળવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે 2014થી 2025 સુધીમાં યોજાયલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા મત અને બેઠકોના આંકડા ટાંકિને કહ્યું કે, એપ્રિલ 2026માં ભાજપની સરકાર પશ્ચિમ બંગાળમાં હશે. અમિત શાહે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કયા કયા મુદ્દાઓ હાવી રહેશે તેનો આછેરો ઉલ્લેખ કરતા કહ્યું કે, પશ્ચિમ બંગાળના લોકો ઘૂસણખોરીથી ચિંતિત છે, પરંતુ મમતા બેનર્જી ચૂંટણી લાભ માટે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે જો ભાજપ સરકાર બનાવશે, તો ઘૂસણખોરોને માત્ર ઓળખવામાં જ નહીં પરંતુ તેમને બહાર પણ કાઢવામાં આવશે.

અમિત શાહે દાવો કર્યો કે, પશ્ચિમ બંગાળની અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ ઘટાડો થયો છે અને ઉદ્યોગોએ ઉચાળા ભર્યા છે. તેમણે કહ્યું કે તૃણમૂલ ભય અને હિંસાના રાજકારણમાં ડાબેરીઓને પણ પાછળ છોડી દીધા છે. તેમણે કહ્યું કે ભાજપ 2026 માં પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવશે અને પૂર્વીય સરહદો પરથી ઘૂસણખોરી બંધ કરશે અને સત્તામાં આવ્યા પછી બંગાળના પુનરુત્થાનને સુનિશ્ચિત કરશે.

પશ્ચિમ બંગાળમા વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ, ઘૂસણખોરી, ભ્રષ્ટાચાર, કેન્દ્રની યોજનાઓને લાગુ નહીં થવા દેવા, તૃષ્ટિકરણની નીતિ, ગરિબી, ઉદ્યોગોનુ પલાયન, રોજગારી, કાયદો અને વ્યવસ્થા વગેરે મુદ્દાઓને ઉઠાવશે. અમિત શાહે આ તમામ મુદ્દાઓ એક પછી એક ટાંકિને મમતા સરકારીની આકરી ટીકા કરી હતી.

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો