Mythology : શું કાલીમાતા ખરેખર બલી આપવાથી રીઝે ? જાણો આ અહેવાલમાં કાલીમાતા સાથે બલીની જોડાયેલી સત્યતા

Mythology: કાલી માતા કે અન્ય કોઈ પણ દેવી-દેવતા બલિની ઇચ્છા રાખતા નથી. મનુષ્ય એ જ આ પ્રકારની માનસિકતા અને ભ્રમથી બહાર નીકળવાની જરૂર છે.

Hasmukh Ramani
| Edited By: | Updated on: Jun 03, 2021 | 8:36 AM

Mythology : ભારતમાં પ્રાચીન કાળથી કોઈ પણ પ્રાણીનો પોતાના સ્વાર્થ માટે વધ કરવો એ અપરાધ માનવામાં આવે છે. સનાતન ધર્મમાં હંમેશાં એવું કહેવામાં આવ્યું છે કે, મનુષ્ય હોય કે કોઈપણ જીવ તેનો વધ કરવો એ પાપ છે. પરંતુ સાથે જ આપણા દેશમાં બલિ પ્રથા પણ પ્રચલિત છે. આ બંને બાબતો એકબીજાથી સંપૂર્ણ વિરોધાભાષી છે. ભારત ઉપરાંત વિશ્વના અન્ય ઘણા દેશોમાં બલિ પ્રથા ચાલી આવી છે.

આપણા દેશમાં કાલી માતાને બલિ આપવામાં આવે છે. આજે પણ કાલી માતાનાં અનેક મંદિરોમાં દેવીને માંસનો ભોગ ચઢાવામાં આવે છે. બંગાળના કાલી ઘાટ, આસામમાં કામખ્યા જેવા દેવીના મંદિરોમાં માછલી અથવા બકરીનો ભોગ ચઢાવામાં આવે છે. હકિકતમાં બલિ આપવાનો અર્થ શું છે?

કાલી માતાનું સ્વરૂપ દેખાવમાં ભયંકર છે. માતાને ક્રોધ અને સંહારની દેવી પણ માનવામાં આવે છે. લોક કલ્યાણ માટે કાલી માતાએ અનેક રાક્ષસોનો વધ કર્યો છે. તો, શું આવા રાક્ષસોનો વધ કરનારી મહાકાળી તેમના ભક્તો પાસેથી બલિની અપેક્ષા રાખે છે? શું કાલી માતા બલિ ચઢાવવાથી પ્રસન્ન થાય છે?

મોટા ભાગના મનુષ્યો પોતાના સ્વાર્થ માટે દેવી-દેવતાઓની પૂજા કરે છે. લોકો તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે બલિ પણ આપતા હોય છે. કાલી માતા કોઈનો વધ કરી બલિ ચઢાવવાથી પ્રસન્ન થઈ ભક્તની ઇચ્છા પૂર્ણ કરતા નથી. જે લોકો આજે પણ બલિ પ્રથામાં વિશ્વાસ કરે છે, તેમની માનસિકતા એ છે કે, બલિ આપીને તે સમૃધ્ધ અને સુખી થશે. આ પ્રકારના કાર્યથી કોઈ દેવી-દેવતા પ્રસન્ન થતા નથી.

બલિ આપવા માટે હંમેશા એવા વ્યક્તિ કે પશુને પસંદ કરવામાં આવે છે, જે જીવંત અને ઉર્જાવાન હોય. વૃદ્ધ પશુઓની ક્યારેય બલિ આપવામાં આવતી નથી. ઘણા લોકો તો તેમના બાળકોની પણ બલિ આપતા હોય છે. બલિ પ્રથા અધ્યાત્મ સાથે જોડાયેલી છે, તે એક સંપૂર્ણ પાયાવિહોણો વિચાર છે. આધ્યાત્મિકતાને બલિ સાથે કોઈ જ લેવા-દેવા નથી. આધ્યાત્મિકતા આ ભૌતિક વિશ્વથી સંપૂર્ણ રીતે અલગ છે.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

આ કથા પણ વાંચો : Mythology : મહાન યોદ્ધા કર્ણના આઠ પુત્રોનો વધ કોણે અને ક્યારે કર્યો, જાણો આ અહેવાલમાં

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">