Bhakti : પૂજા બાદ ભગવાનની આરતી માટે પણ છે કેટલાક નિયમો ! શું તમે જાણો છો આ નિયમ ?

કોઈ પણ મંદિર કે ઘરમાં આરતી સમયે આપણું મન ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે. આરતી પણ ઈશ્વર ઉપાસનાની એક રીત છે, જે કરવાથી પૂજા-અર્ચનાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાનાની કૃપા ભક્તો પર વરસે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 1:56 PM

સનાતન પરંપરામાં ભગવાનની આરતીનું ખૂબ મહત્વ છે. પૂજા કર્યા બાદ આરતી કરવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આરતી કર્યા વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોમાં આરતીના દીવાની જ્યોતને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. સ્કંદ પુરાણ મુજબ ભગવાન વિષ્ણુએ પોતે કહ્યું છે કે, જો કોઈ ભક્ત મારો મંત્ર જાપ કરી અને આદર સાથે આરતી કરે છે તો ક્રિયાહીન પૂજા પણ સફળ બને છે.

આરતી કરવાના કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું પડે છે. મોટાભાગના લોકો આ નિયમ વિશે જાણતા નથી અને તેના કારણે તેમને યોગ્ય ફળ મળતું નથી અને ઘણીવાકર વ્યક્તિ દોષના ભાગીદાર બને છે.

કોઈ પણ મંદિર કે ઘરમાં આરતી સમયે આપણું મન ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે. આરતી પણ ઈશ્વર ઉપાસનાની એક રીત છે, જે કરવાથી પૂજા-અર્ચનાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાનાની કૃપા ભક્તો પર વરસે છે. પુરાણોમાં આરતીના મહિમાને ગૌરવ આપતા કહેવામાં આવ્યું છે કે જો કોઈને મંત્ર વગેરેની ખબર ન હોય તો તે ભક્તિથી પૂજા-વિધિ બાદ આરતી કરી પૂર્ણ ફળ મેળવી શકે છે. ચાલો આપણે પૂજા-પાઠ બાદ કરવામાં આવતી આરતીનું મહત્વ અને પદ્ધતિ જાણીએ.

1. લોકો ભગવાનની પૂજા કર્યા બાદ પોતાના ઘરે આરતી સામાન્ય રીતે સવારે અને સાંજે કરતા હોય છે. આરતી ઘરના મંદિરમાં દિવસમાં એકથી પાંચ વખત કરી શકાય છે.

2. પૂજામાં આરતી કરવા માટે ઉપયોગમાં લેવાયેલા દીવામાં વાટ કે કપૂરની સંખ્યા એક, પાંચ કે સાત રાખવી. એટલે કે એકી રકમમાં રાખવી જોઈએ.

3. આરતી કરતી વખતે પ્રથમ આરાધ્યના ચરણ તરફ ચાર વખત ઉતારો. ત્યારબાદ બે વાર નાભિ તરફ અને અંતે એક વાર મુખ તરફ આરતી ઉતારવી જોઈએ. આમ કુલ સાત વખત આરતી ઉતારો. આરતીને આ જ ક્રમમાં ફેરવવી જોઈએ.

4. આરતી કર્યા બાદ તેના પર જળથી પ્રદક્ષીણા ફેરવો અને ત્યારબાદ તે જળનો પ્રસાદ સ્વરૂપે બધા લોકો પર છંટકાવ કરો.

5. આરતી હંમેશા ઉંચા સ્વરે અને એક જ તાલ અને લયમાં બોલવી જોઈએ. આમ કરવાથી પૂજા સ્થાનનું વાતાવરણ ભક્તિમય બને છે જે મનને શાંતિ આપે છે.

6. આરતી કરવાના સમયે શક્ય હોય ત્યા સુધી ઉભા રહીને આરતી કરો. પરંતુ જો કોઈ કારણસર તે ન થઈ શકે તો બેસીને પણ આરતી કરી શકાય છે.

7. આરતી કર્યા બાદ બંને હાથથી તેને આદર પૂર્વક લેવી જોઈએ. ભગવાનની શક્તિ આરતીના દીવાની જ્યોતમાં સમાઈ જાય છે, જે ભક્તો તેમના માથા પર ચઢાવે છે.

8. આરતી કરવાથી પૂજામાં કોઈ પણ પ્રકારની ભૂલ-ચુક થઈ હોય કે કોઈ ક્ષતિ રહી હોય તો તે માફ કરવામાં આવે છે અને પૂજાના ફળની પ્રાપ્તિ થાય છે.

ભગવાનની આરતી જ્યારે વિશેષ પૂજા કે કોઈ પ્રસંગે કરવાની હોય તો આરતી માટે થાળી કે પાત્રને ફૂલોથી શણગારવું જોઈએ. આરતી માટે ચાંદી, પિત્તળ કે તાંબાની પ્લેટનો ઉપયોગ કરો છો તો તે વધુ સારું છે. તેમાં કંકુ, પુષ્પ, ચંદન, કપૂર વગેરે પણ રાખો. ત્યારબાદ તે પાત્રમાં પિત્તળ, ચાંદી કે માટીના બનેલા કોડીયામાં ઘીનો દીવો પ્રગટાવો અને ત્યારબાદ ભગવાનની આરતી કરો. આરતી પહેલા શંખનાદ અને આરતી સમયે ઘંટનાદ પણ કરવો જોઈએ.

આમ શાસ્ત્રોમાં દર્શાવ્યા મૂજબના નિયમો સાથે ઈશ્વરની શ્રદ્ધા અને ભક્તિથી આરતી કરવામાં આવે તો પૂજાના પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે.

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">