છોટા ઉદેપુરમાં ASIએ જ પોતાની પત્નીની કરી કરપીણ હત્યા, જાણો શું છે ઘટના
પોલીસકર્મી ASI તરીકે ફરજ બજાવતો હતો. આરોપી પોલીસકર્મીએ પીપલેજ ગામેથી ગોંદરિયા ગામે જવાના રસ્તા પર હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીને પોલીસે ફરજ પરથી સસ્પેન્ડ કરી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોલીસકર્મીએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
છોટાઉદેપુરમાં પોલીસકર્મીએ પોતાની જ પત્ની કરપીણ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ASI વરસન રાઠવાએ જ પોતાની પત્ની કેળીબેનનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી છે. જો કે હાલ તો આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, પોલીસકર્મી ASI તરીકે ફરજ બજાવતો હતો. આરોપી પોલીસકર્મીએ પીપલેજ ગામેથી ગોંદરિયા ગામે જવાના રસ્તા પર હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીને પોલીસે ફરજ પરથી સસ્પેન્ડ કરી ધરપકડ કરવામાં આવી છે. મંગળવારના રોજ અજાણી ડેડ બોડી મળી હતી, જેનો ભેદ ઉકેલાતા આરોપી પોલીસકર્મીએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો: છોટાઉદેપુર: ઓરસંગ નદીમાં થતું ગેરકાયદે ખનન ગ્રામજનોએ અટકાવ્યું, જાણ કરવા છતાં અધિકારી ન આવતા રોષ
છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

