AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Armano Ki Chitthi : ગૃહિણીનો મોંઘવારીની ફરીયાદ કરતો નાણા પ્રધાનને પત્ર, વાંચો નિર્મલા સીતારમણ પાસે કેવી છે અપેક્ષા

Armano Ki Chitthi : ગૃહિણીનો મોંઘવારીની ફરીયાદ કરતો નાણા પ્રધાનને પત્ર, વાંચો નિર્મલા સીતારમણ પાસે કેવી છે અપેક્ષા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 7:37 PM
Share

Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાના મોરચે બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ તેમનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના કારણે નોકરી વ્યવસાયથી લઈને શિક્ષણથી લઇને ખેડૂત સુધીની લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે.

Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાને લઇને બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના કારણે નોકરી વ્યવસાયથી લઈને બાળકોના શિક્ષણ સુધીની લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે. બજેટને લઇને દેશભરના લોકો નાણાનંત્રીને પત્ર લખી રહ્યા છે. જેમા ગુજરાતના સુરત શહેરના રચના પત્ર લખે છે, રચના ગૃહિણી છે. આવો જાણીએ અરમાનો કી ચિઠ્ઠીમાં તેમણે નાણા પ્રધાનને શુ કહ્યું.

મારું નામ રચના છે અને સુરતની રહેવાસી છું

ગયા વર્ષે હું મારી મમ્મીના ઘરે ગઈ હતી, ત્યારે નવરાં બેઠા-બેઠા ટીવી પર તમને જોયા હતા. તમને સાંભળીને મને બહુ આનંદ થયો હતો. મને આજે પણ યાદ છે, ગયા વખતના બજેટમાં તમે મહિલાઓ માટે સારી-સારી વાતો કહી હતી. મારા સાસરિયાઓએ તો, ટીવીનું રિચાર્જ કરાવવાનું બંધ કરી દીધું છે. મારા પતિ અને બાળકો, હવે મોબાઈલમાં જ બધું જોઈ લે છે.

આ પણ વાંચો : Armano Ki Chitthi : ગરીબ ખેડૂતનો નાણા પ્રધાનને દર્દભર્યો પત્ર, વાંચો નિર્મલા સીતારમણ પાસે ખેડૂતોને કેવી છે અપેક્ષા

“નિર્મલાબેન, મહિલાઓની વાત તમે સારી રીજે સમજી શકો છો. આથી, હું તમને આ પત્ર લખી રહી છું. મારો દીકરો મોહિત, હવે સ્કૂલે જાય છે. લખતાં પણ શીખી ગયો છે. તેની પાસે જ આ પત્ર લખાવ્યો છે… પણ શબ્દો મારા છે.”

”મેડમ, મારા પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. દીકરો મોહિત અને દીકરી ગરિમા બંને સ્કૂલે જાય છે. પરિવારમાં બે બાળકો, અમે બે જણા અને મારા સાસુમા છે. તેમની ઉંમર થઈ ગઈ છે. મારો આખો દિવસ ઘરના કામકાજ, રસોઈ અને સાસુમાને સાચવવામાં જતો રહે છે.”

”મેડમ, તમે ભલે મારી જેમ રસોડું ના સંભાળતા હોવ, પરંતુ મહિલાઓની સમસ્યાઓથી તમે અજાણ તો નહીં જ હોવ. છેલ્લાં 1 વર્ષમાં દૂધવાળાએ ત્રણ વખત ભાવ વધારી દીધા છે… દરરોજ સવારે તે મોંઘવારીની બૂમો પાડે છે. કહે છે કે, ઘાસચારો મોંઘા થઈ ગયા છે. પેટ્રોલના ભાવ વધવાથી પરિવહનનો ખર્ચ પણ વધી ગયો છે.”

”હવે, મારો મહિનાનો રાશન-ખર્ચ 400 રૂપિયા સુધી વધી ગયો છે. જ્યારે કરિયાણું લેવા જાઉં ત્યારે કોઈ ને કોઈ વસ્તુના ભાવ વધી ગયા હોય છે. ક્યારેય તેલ મોંઘુ થઈ ગયું હોય છે તો ક્યારેક મસાલા. ક્યારેક ટૂથપેસ્ટ, સાબુ અને કપડાં ધોવાનો પાઉડર મોંઘો થઈ જાય છે, તો ક્યારેક શાકભાજી, અનાજ અને પનીરના ભાવ વધી જાય છે. મેડમ…, સાચું કહું તો, મારી જિંદગીમાં પહેલીવાર ઘઉંના લોટને મોંઘો થતા જોયો છે.”

દેશભરમાં આવી અનેક ગૃહિણીઓ છે જે બજેટમાં વિશેષ લાભ મળે તેવી અપેક્ષા રાખે છે. ત્યારે મહત્વની વાત એ છે કે 1 ફેબ્રુઆરીએ રજુ થવાના બજેટમાં ખેડૂતો માટે કેટલા લાભ છે, કેટલી નવી સ્કિમ છે.

Published on: Jan 14, 2023 02:31 PM
g clip-path="url(#clip0_868_265)">