Ahmedabad : બે દિવસ રસીકરણની કામગીરી બંધ, સોફટવેરમાં ખામીનો અધિકારીઓનો દાવો

Ahmedabad : બે દિવસ વૅક્સીન આપવાની કામગીરી બાદ અમદાવાદ મનપાએ આજે અને આવતીકાલ એમ બે દિવસ માટે રસીકરણની કામગીરી બંધ કરી છે.

| Updated on: Jan 18, 2021 | 9:35 AM

Ahmedabad : ગુજરાતીમાં કહેવત છે ને કે, ‘આરંભે શૂરા, પણ કામ ન થાય પૂરા’, તે અમદાવાદ મનપા પર બરાબર સેટ થાય છે. બે દિવસ વૅક્સીન આપવાની કામગીરી બાદ અમદાવાદ મનપાએ આજે અને આવતીકાલ એમ બે દિવસ માટે રસીકરણની કામગીરી બંધ કરી દીધી છે. હાલ અધિકારીઓ સોફ્ટવેરમાં ખામી હોવાનો દાવો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જ્યારે ઉપરથી સૂચના મળશે ત્યારે ફરી કામગીરી શરૂ થશે. મહત્વનું છે કે અમદાવાદમાં ગઇકાલે 20 કેન્દ્રો પર ધામધૂમથી 1,115 ડોક્ટરો અને આરોગ્યકર્મીઓને રસી આપ્યા બાદ આશ્ચર્યજનક રીતે કામગીરી બંધ કરી દેવામાં આવી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">