Ahmedabad : શહેરમાં મોટાભાગના પાનના ગલ્લા અને ચાની કિટલીઓ ખુલી રહી, AMCની કડક કાર્યવાહી

AHMEDABAD શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શનિવાર સાંજથી પાનના ગલ્લાઓ અને ચાની કિટલીઓ બંધ કરાવી હતી.

  • Tv9 Webdesk18
  • Published On - 13:20 PM, 11 Apr 2021

AHMEDABAD શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શનિવાર સાંજથી પાનના ગલ્લાઓ અને ચાની કિટલીઓ બંધ કરાવી હતી. પરંતુ રવિવારે સવારે અમદાવાદમાં ફરી ચાની કિટલીઓ અને કેટલાક પાનના ગલ્લાઓ ધમધમતા થયા છે. GUJARAT યુનિવર્સિટી પાસે જ્યાં સામાન્ય દિવસોમાં અને દર રવિવારે ચા માટે ભીડ જામતી હોય છે એવા ઋતુરાજ ટી સ્ટોલ આજે સવારે ખુલ્લી મળી હતી. લોકો ટોળે ટોળા વળી અને ચા પીવા માટે સ્ટોલ પર ઉભા હતા. એકતરફ AMC ચાની કિટલીઓ અને પાનના ગલ્લાઓ બંધ કરાવવાની વાત કરે છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં જાણીતી ટી સ્ટોલ ચાલુ જોવા મળે છે.

 

AMCએ પાન પાર્લર બંધ કરાવ્યાં

Ahmedabad શહેરમાં કોરોના વધતા જતા કેસ વચ્ચે amc સોલીડ વેસ્ટ વિભાગે તમામ પાનના ગલ્લાં અને ચાની લારીઓને બંધ કરાવી દીધી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર લારી-ગલ્લાં મ્યુનિ.એ અનિશ્ચિત મુદત માટે બંધ કરાવી દીધાં છે. મ્યુનિ.એ 2 હજાર જેટલાં પાનના ગલ્લા અને 1500 જેટલી ચાની કિટલીઓ બંધ કરાવી છે. નવો હુકમ ન થાય ત્યાં સુધી આ બંધ અમલી રાખવાનો આદેશ અપાયો છે. amc સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શનિવારે સાંજથી જ શહેરના તમામ લારી ગલ્લાં બંધ કરાવવા માટે અભિયાન હાથ ધરાયું હતું. શહેરના તમામ વોર્ડના પાનના ગલ્લા અને ચાની લારીઓને અનિશ્ચિત મુદત માટે બંધ કરાવી છે.

એક તરફ જ્યાં શુક્રવારે પાનના ગલ્લા શનિ-રવિવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યાં પાનના ગલ્લાં ચાલુ રાખતાં, આખરે તંત્રએ રાત્રે રસ્તા પર ઉતરીને પાનના ગલ્લા બંધ કરાવ્યા હતા. ​​​​​​ahmedabadમાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ ક્યાં સુધી બંધ રહેશે તે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે પાનના ગલ્લાઓ અને ચાની કિટલીઓ બંધ રાખવા વેપારીઓને સૂચના આપી છે. પરંતુ પાન ગલ્લાના એસોસિએશનની જાહેરાત બાદ પણ કોઈ પણ ગલ્લા બંધ ન રહેતા AMCએ કડક પગલાં લીધા હોવાની વાત છે.