Breaking News: અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન, લોકોને મતદાન કરવા કરી અપીલ, જુઓ-Video

| Updated on: Apr 26, 2026 | 10:59 AM

મતદાન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક નાગરિકે ઉજવવો જોઈએ. તેમણે મતદાનને અમૂલ્ય અવસર ગણાવ્યો અને કહ્યું કે ગરમી હોય કે રજાનો દિવસ કે પછી લગ્નગાળો, દરેકે પોતાના મતનો ઉપયોગ કરવો જરૂરી છે.

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાનનો માહોલ જામ્યો છે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજની પ્રાથમિક શાળામાં પત્ની સાથે પહોંચી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન

મતદાન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક નાગરિકે ઉજવવો જોઈએ. તેમણે મતદાનને અમૂલ્ય અવસર ગણાવ્યો અને કહ્યું કે ગરમી હોય કે રજાનો દિવસ કે પછી લગ્નગાળો, દરેકે પોતાના મતનો ઉપયોગ કરવો જરૂરી છે.

લગ્ન હોય કે રજાનો દિવસ મતદાન જરુર કરજો-CM

CMએ પરિવાર સાથે મતદાન કરી મીડિયા સાથે વાતચીત કરતા જનતાને અપીલ કરતા કહ્યું કે વધુમાં વધુ લોકો મતદાનમાં ભાગ લે અને લોકશાહીને મજબૂત બનાવે. આ સાથે યુવાનોને પણ મતદાન કરવા અપીલ કરી છે.

મતદાન બાદ સ્થાનિકો સાથે વાતચીત કરી

મતદાન બાદ મુખ્યમંત્રીએ સ્થાનિક લોકો સાથે બેસીને વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા, જેના કારણે મતદાન મથક પર ખાસ ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.

Breaking News: રાજકોટમાં અંજલીબેન રૂપાણી મતદાન દરમિયાન થયા ભાવુક, વિજય રૂપાણીને યાદ કરી રડી પડ્યા, જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us