Jamnagar: સલામ છે આવી સેવાને, ABVP ના યુવા કાર્યકરો દ્વારા કોવિડ હોસ્પિટલમાં કેરટેકર તરીકેની સેવા

કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ સારવાર લેતા હોય છે. જયાં દર્દીઓ અને તેમના પરીવારજનોને મદદરૂપ થવા વિધાર્થી સંગઠન દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

| Updated on: Apr 26, 2021 | 4:32 PM

હાલ કોરોની મહામારીમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી છે. કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ સારવાર લેતા હોય છે. જયાં દર્દીઓ અને તેમના પરીવારજનોને મદદરૂપ થવા વિધાર્થી સંગઠન દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જામનગરની સરકારી જીજીની કોવિડ-19 હોસ્પિટલમાં અખીલ ભારતીય વિદ્યાર્થી સંગઠનના યુવા કાર્યકરો દ્વારા હોસ્પિટલમાં કેરટેકર તરીકેની જવાબદારી સ્વીકારી છે.

યુવાન સ્વયંસેવકો હોસ્પિટલના કોરોનાના દર્દીઓને મળીને તેમને શકય તમામ મદદ કરવાનો પ્રયાસ કરે છે. દર્દીઓને પાણી આપવું, ભોજન કરાવવું, દર્દીઓના પરિવારજનો સાથે વીડિયો કોલથી વાત કરાવવી, દર્દીઓ સુધી કોઈ વસ્તુ પહોંચાડવી સહિતની તમામ કામગીરી યુવાનો કરી રહ્યાં છે. કોરોના દર્દીના વોર્ડમાં પરિવારજનો રહેવા દેવામાં આવતા નથી. ત્યારે પરિવારજનો દર્દી માટે ચિંતિત હોય તે સમય પરિવારજનો માટે માધ્યમ બનવાનું કામ આવા સ્વયંસેવક કરાતા હોય છે.

 

આ પણ વાંચો: કોરોનાના કપરા સમયમાં સાઉદી અરેબિયાએ આપ્યો સાથ, અદાણી ગૃપના સહયોગથી ભારત આવશે 80 મેટ્રિક ટન ઓક્સિજન 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">