કોરોનાના કપરા સમયમાં સાઉદી અરેબિયાએ આપ્યો સાથ, અદાણી ગૃપના સહયોગથી ભારત આવશે 80 મેટ્રિક ટન ઓક્સિજન

કોરોનાના કપરા સમયમાં સાઉદી અરેબિયાએ આપ્યો સાથ, અદાણી ગૃપના સહયોગથી ભારત આવશે 80 મેટ્રિક ટન ઓક્સિજન
Oxygen

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વિનાશની જેમ આવી છે. જેના કારણે ભારતમાં ઓક્સિજનની ભારે અછત છે. ઘણી જગ્યાએ ઓક્સિજનના અભાવે દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

Bhavesh Bhatti

|

Apr 26, 2021 | 3:23 PM

ભારતની કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનની તીવ્ર તંગી જોવા મળી છે. છેલ્લા કેટલાક દિવસોમાં રેકોર્ડ સંખ્યામાં કોરોના કેસ સામે આવ્યા છે. ઘણી જગ્યાએ ઓક્સિજનના અભાવે દર્દીઓનાં મોત નીપજ્યાં છે. સાઉદી અરેબિયાએ આ મુશ્કેલ સમયમાં ભારતને સમર્થન આપ્યું છે અને હવે ત્યાંથી 80 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન ભારત લાવવામાં આવી રહ્યું છે.

ભારતમાં કોરોના કેસની સંખ્યા વધીને 1,69,60,172 થઈ ગઈ છે, જ્યારે મૃતકોની કુલ સંખ્યા 1,92,311 છે. અદાણી ગ્રૂપ અને લિન્ડે કંપનીના સહયોગથી આ ઓક્સિજન જહાજ ભારત આવવા રવાના થયું છે. રિયાધમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું છે કે, ભારતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 80 મેટ્રિક ટન પ્રવાહી ઓક્સિજન મોકલવામાં અદાણી ગ્રુપ અને મેસર્સ લિન્ડે વચ્ચેના સહયોગ પર ભારતીય દૂતાવાસને ગર્વ છે. સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રાલયની તેમની સહાયતા, સપોર્ટ અને સહયોગ માટે હાર્દિક આભાર.

ગૌતમ અદાણીએ કહ્યું કે, આભાર ભારતીય દૂતાવાસ. અમે હાલમાં સમગ્ર વિશ્વમાંથી ઓક્સિજનનો પુરવઠો સુરક્ષિત કરવા મિશન પર છીએ. 80 ટન પ્રવાહી ઓક્સિજનવાળી 4 આઇએસઓ ક્રેઓજેનિક ટેંક પ્રથમ શિપમેન્ટ છે, જે હાલમાં દમ્મામથી મુન્દ્રા જઈ રહી છે. ભારત ઓક્સિજનના અભાવને પહોંચી વળવા Operation Maitri તરફ આગળ વધી રહ્યું છે. જે અંતર્ગત ઘણા દેશોમાંથી ઓક્સિજન કન્ટેનર ખરીદવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે પોલીસકર્મીઓ માટે તૈયાર કરાયો 12 બેડનો આઇસોલેશન રૂમ 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati